120 KMની ઝડપે ફૂંકાશે પવન, આ દિવસે બંગાળની ખાડીમાં સર્જાશે ચક્રવાત ‘દાના’, આ રાજ્યોમાં વરસાદ વધારશે મુશ્કેલી બંગાળની ખાડીમાં ફરી એકવાર ચક્રવાતી તોફાનનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગે આ અંગે એલર્ટ જાહેર કર્યું છે.Cyclone dana tracker live satellite આ સમયગાળા દરમિયાન, 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે, જેના કારણે ઘણા રાજ્યોમાં વરસાદ વિનાશ વેરશે. Dana cyclone update today live દાના ચક્રવાત અપડેટ આજે લાઇવ
આ રાજ્યોમાં ભારે વરસાદ થશે દાના ચક્રવાત લાઇવ સમાચાર
ભારતીય હવામાન વિભાગ (IMD) એ દક્ષિણ દ્વીપકલ્પના ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પુડુચેરી, કર્ણાટકમાં આગામી સપ્તાહ દરમિયાન ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે. આગામી 4 દિવસ દરમિયાન ગોવા, મહારાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. છત્તીસગઢમાં 25 અને 26 ઓક્ટોબરે ભારે વરસાદની સંભાવના છે. દાના વાવાઝોડું લાઈવ લોકેશન
120KMની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 21 ઓક્ટોબર સુધી આંદામાન સમુદ્રમાં 35-45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 21 ઓક્ટોબરે પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં 40-50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 22 ઓક્ટોબરની સાંજ સુધીમાં પવનની ઝડપ 55-65 થી 75 કિલોમીટર પ્રતિ કલાક વધી શકે છે. 23 ઓક્ટોબરની સાંજથી 24 ઓક્ટોબરની સવાર સુધી 70-90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 23 અને 24 ઓક્ટોબરે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીની આસપાસના વિસ્તારમાં 45-55 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 23 ઓક્ટોબરની સવારથી ઉત્તર બંગાળની ખાડીમાં 40-50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. 24 ઓક્ટોબરની સાંજથી 25 ઓક્ટોબરની સવાર સુધી પવનની ઝડપ ધીમે ધીમે 100-110 કિમી પ્રતિ કલાકથી વધીને 120 કિમી પ્રતિ કલાક સુધી વધશે અને તે પછી ઘટાડો થશે.