ખેડૂતો માટે બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૪-૨૫ માટેની સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 1 ડિસેમ્બર 2024થી ફરીથી ચાલુ કરાવવામાં આવ્યું છે. ખેડૂતો માટે વિવિધ સહાય યોજનાઓના ઘટકો હેઠળ આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં નીચે મુજબની યોજના સમાવિષ્ટ છે:
શાકભાજી પાક માટે સહાય 2025 : Bagayati Yojana Gujarat 2025
- કાચા, અર્ધપાકા અને પાક ટ્રેલીઝ (મંડપ) માટે સહાય
- સરગવાની ખેતી અને કંદ-દાંડી ફૂલોના વાવેતરમાં સહાય
- શાકભાજી પાકમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન
બાગાયત મશીનરી અને યાંત્રિકરણ:
- કાપણી અને પ્રોસેસિંગના સાધનો માટે સહાય
- પેકિંગ યુનિટ અને ગેડિંગ સાધનો માટે સહાય
ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ:
- કમલમ, પપૈયા, ખારેક, નાળીયેર, કેળ (ટીસ્યુ) જેવા ફળપાક
- અંબા અને જામફળના પાક માટે વિશિષ્ટ સહાય
ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ:
નેટ હાઉસ, પોલી હાઉસ, કોલ્ડ ચેઈન સપ્લાય
નાની નર્સરી અને કોપ કવર સેટઅપ
અરજીઓ માટે સમયમર્યાદા:
- 07 ડિસેમ્બર 2024: શાકભાજી અને મશીનરી સંબંધિત યોજનાઓ
- 15 ડિસેમ્બર 2024: ફળપાક અને કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર
- 31 ડિસેમ્બર 2024: અરજીના તમામ જરૂરી કાગળો નાયબ બાગાયત નિયામકશ્રીને જમા કરાવવાના રહેશે.
અરજી કરવાની પ્રક્રિયા:
- ખેડૂતો www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરી શકશે. જરૂરી દસ્તાવેજો, જેમ કે 7/12, 8-અ, આધાર કાર્ડ અને બેંક પાસબુક સાથે
અરજી કરવાની રહેશે.
- વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રી, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, ભાવનગરમાં રૂબરૂ અથવા ફોન: 0278-2420444 દ્વારા સંપર્ક કરવો.