Passport Fee Hike 2026: પાસપોર્ટ બનાવવા ફી, જાણો નવી ફી અને સંપૂર્ણ વિગતો

Passport Fee Hike 2026

Passport Fee Hike 2026: વિદેશ પ્રવાસ, નોકરી, અભ્યાસ અથવા બિઝનેસ માટે પાસપોર્ટ બનાવવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. કેન્દ્ર સરકારે પાસપોર્ટ અરજી અને રિ-ઇશ્યૂની ફીમાં મોટો વધારો કર્યો છે. નવી ફી 1 જુલાઈ 2026થી લાગુ થશે. પાસપોર્ટ બનાવવા ફી

હવે 36 પાનાંનો સામાન્ય પાસપોર્ટ બનાવવા માટે પુખ્ત અરજદારે 2,500 રૂપિયા ચૂકવવા પડશે, જે અગાઉ 1,500 રૂપિયા હતો. તત્કાલ પાસપોર્ટની ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

1 જુલાઈથી પાસપોર્ટની નવી ફી લાગુ થશે

વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા સુધારેલા નિયમો મુજબ પાસપોર્ટ સંબંધિત અનેક સેવાઓની ફી વધારવામાં આવી છે. આ સુધારો પાસપોર્ટ અધિનિયમ, 1967 હેઠળ કરવામાં આવ્યો છે.

નવી ફી તમામ એવી અરજીઓ પર લાગુ પડશે જે 1 જુલાઈ 2026 અથવા ત્યારબાદ સબમિટ કરવામાં આવશે.

પાસપોર્ટ કઢાવવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ

36 પાનાંના પાસપોર્ટ માટે કેટલી ફી ભરવી પડશે?

18 વર્ષ કે તેથી વધુ ઉંમરના અરજદારો માટે 36 પાનાંના નવા પાસપોર્ટ અથવા રિ-ઇશ્યૂની સામાન્ય ફી હવે 2,500 રૂપિયા રહેશે.

અગાઉ આ જ સેવા માટે 1,500 રૂપિયા ભરવાના હતા. એટલે કે સામાન્ય પાસપોર્ટ માટે અરજદારોને હવે 1,000 રૂપિયા વધુ ચૂકવવા પડશે.

તત્કાલ કેટેગરીમાં 36 પાનાંના પાસપોર્ટની ફી 3,500 રૂપિયાથી વધારીને 5,000 રૂપિયા કરવામાં આવી છે.

60 પાનાંના પાસપોર્ટની નવી ફી

જે લોકોને વારંવાર વિદેશ પ્રવાસ કરવો પડે છે અથવા વધુ પાનાંવાળો પાસપોર્ટ જોઈએ છે, તેમના માટે 60 પાનાંનો પાસપોર્ટ ઉપલબ્ધ છે.

હવે 60 પાનાંના સામાન્ય પાસપોર્ટ માટે 3,500 રૂપિયા ચૂકવવા પડશે. અગાઉ તેની ફી 2,000 રૂપિયા હતી.

તત્કાલ કેટેગરીમાં 60 પાનાંના પાસપોર્ટની ફી 4,000 રૂપિયાથી વધારીને 6,000 રૂપિયા કરવામાં આવી છે.

પાસપોર્ટ ફી 2026: જૂની અને નવી ફીનો તફાવત

સેવાજૂની ફીનવી ફી
36 પાનાંનો નવો/રિ-ઇશ્યૂ પાસપોર્ટ₹1,500₹2,500
60 પાનાંનો નવો/રિ-ઇશ્યૂ પાસપોર્ટ₹2,000₹3,500
36 પાનાંનો તત્કાલ પાસપોર્ટ₹3,500₹5,000
60 પાનાંનો તત્કાલ પાસપોર્ટ₹4,000₹6,000
ખોવાયેલો અથવા ખરાબ થયેલો પાસપોર્ટ (સામાન્ય)₹3,000₹4,250 થી વધુ
ખોવાયેલો અથવા ખરાબ થયેલો પાસપોર્ટ (તત્કાલ)₹6,750 થી વધુ
PCC, સરેન્ડર સર્ટિફિકેટ સહિતની અન્ય સેવાઓ₹500₹750

પાસપોર્ટ ખોવાઈ જાય અથવા ડેમેજ થાય તો કેટલી ફી?

પાસપોર્ટ ખોવાઈ જવા, ચોરી થવા અથવા ખરાબ થઈ જવાની સ્થિતિમાં રિ-પ્લેસમેન્ટ માટે પણ હવે વધુ ફી ચૂકવવી પડશે.

36 પાનાંના ખોવાયેલા અથવા ડેમેજ પાસપોર્ટ માટે સામાન્ય કેટેગરીમાં 5,000 રૂપિયા અને તત્કાલ કેટેગરીમાં 7,500 રૂપિયા સુધીની ફી લાગશે.

60 પાનાંના પાસપોર્ટ માટે સામાન્ય રિ-પ્લેસમેન્ટની ફી 6,000 રૂપિયા અને તત્કાલ માટે 8,500 રૂપિયા સુધી થઈ શકે છે.

નાબાલિક બાળકોના પાસપોર્ટની ફી પણ બદલાઈ

18 વર્ષથી ઓછી ઉંમરના અરજદારો માટે પણ નવી ફી નક્કી કરવામાં આવી છે.

નાબાલિક માટે 36 પાનાંના નવા અથવા રિ-ઇશ્યૂ પાસપોર્ટની સામાન્ય ફી 1,750 રૂપિયા રહેશે. તત્કાલ કેટેગરીમાં આ ફી 4,250 રૂપિયા રહેશે.

જો બાળકનો પાસપોર્ટ ખોવાઈ જાય અથવા ખરાબ થઈ જાય તો સામાન્ય કેટેગરીમાં 4,250 રૂપિયા અને તત્કાલમાં 6,750 રૂપિયા ચૂકવવા પડશે.

બાળકો અને સિનિયર સિટિઝનને મળશે છૂટ?

સરકારે કેટલાક અરજદારો માટે છૂટ યથાવત રાખી છે. 8 વર્ષ સુધીના બાળકો અને 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના સિનિયર સિટિઝનને નવા પાસપોર્ટ માટે 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે.

ધ્યાનમાં રાખવું કે આ છૂટ માત્ર નવા પાસપોર્ટની અરજી માટે છે. રિ-ઇશ્યૂ, ખોવાયેલા પાસપોર્ટ અથવા અન્ય સેવાઓમાં આ ડિસ્કાઉન્ટ લાગુ નહીં પડે.

PCC અને સરેન્ડર સર્ટિફિકેટ પણ મોંઘા

પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ એટલે કે PCC, સરેન્ડર સર્ટિફિકેટ અને ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામ વેરિફિકેશન જેવી સેવાઓની ફી પણ વધારીને 750 રૂપિયા કરવામાં આવી છે.

અગાઉ આ સેવાઓ માટે 500 રૂપિયા ચૂકવવાના હતા.

પાસપોર્ટની વેલિડિટીમાં કોઈ ફેરફાર નહીં

ફીમાં વધારો થયો છે, પરંતુ પાસપોર્ટની માન્યતા યથાવત રાખવામાં આવી છે.

પુખ્ત અરજદારો માટે પાસપોર્ટ 10 વર્ષ સુધી માન્ય રહેશે. જ્યારે નાબાલિકનો પાસપોર્ટ 5 વર્ષ સુધી અથવા અરજદાર 18 વર્ષનો થાય ત્યાં સુધી, બંનેમાંથી જે પહેલું આવે ત્યાં સુધી માન્ય રહેશે.

સામાન્ય અને તત્કાલ પાસપોર્ટમાં શું ફરક છે?

સામાન્ય પાસપોર્ટમાં પોલીસ વેરિફિકેશન અને દસ્તાવેજોની પ્રક્રિયા મુજબ સમય લાગી શકે છે. સામાન્ય રીતે તેમાં 2થી 6 અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે.

તત્કાલ પાસપોર્ટ સેવા તાત્કાલિક જરૂરિયાત ધરાવતા લોકો માટે છે. યોગ્ય દસ્તાવેજો અને પાત્રતા હોય તો તત્કાલ પ્રક્રિયામાં પાસપોર્ટ 1થી 3 દિવસમાં મળી શકે છે, પરંતુ તેની ફી સામાન્ય અરજી કરતાં વધારે હોય છે.

પાસપોર્ટ માટે અરજી કરતા પહેલાં આ બાબતો ચેક કરો

પાસપોર્ટ અરજી કરતા પહેલાં આધાર કાર્ડ, પાન કાર્ડ, સરનામાનો પુરાવો, જન્મતારીખનો પુરાવો અને જરૂરી અન્ય દસ્તાવેજો તૈયાર રાખો. અરજી કરતા પહેલાં ફી અને સેવા કેટેગરી ચોક્કસ તપાસવી જરૂરી છે.

પાસપોર્ટ માટે સત્તાવાર અરજી માત્ર Passport Seva અધિકૃત વેબસાઇટ પરથી જ કરો. કોઈ એજન્ટ અથવા અનધિકૃત વેબસાઇટને વધારાના પૈસા આપતા પહેલાં સાવચેત રહો.

નોંધ: પાસપોર્ટ ફી અને દસ્તાવેજોના નિયમો સમયાંતરે બદલાઈ શકે છે. અરજી કરતા પહેલાં સત્તાવાર વેબસાઇટ પર નવીનતમ માહિતી તપાસવી જરૂરી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment