1 T20 મેચમાં બનાવ્યા 7 વર્લ્ડ રેકોર્ડ, ટીમ ઈન્ડિયાએ 4 વર્લ્ડ રેકોર્ડ તોડ્યા, માત્ર સિક્સ અને ફોરની મદદથી બનાવ્યા 282 રન 7 World Record made in single t20 match ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમ માટે બુધવાર (23 ઓક્ટોબર) એ એક જ ટી20 મેચમાં 7 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ ટીમે એક જ મેચમાં એક-બે નહીં પરંતુ સાત વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. સિકંદર રઝાની કપ્તાની હેઠળ રમતા, ઝિમ્બાબ્વેએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી મોટી જીત નોંધાવી અને સૌથી મોટો સ્કોર પણ બનાવ્યો. આ ટીમે ભારતના 4 વર્લ્ડ રેકોર્ડ પણ તોડી નાખ્યા.
આ મેચમાં ઝિમ્બાબ્વે દ્વારા 57 બાઉન્ડ્રી ફટકારવામાં આવી હતી.
આ સિવાય ઝિમ્બાબ્વેની ટીમ ટી20 મેચની એક ઇનિંગમાં સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારનારી ટીમ બની ગઈ છે. આ ટીમે ગેમ્બિયા સામેની મેચમાં કુલ 57 બાઉન્ડ્રી ફટકારી હતી. જેમાં સિકંદર રઝાએ એકલાએ 15 સિક્સર અને 7 ફોર ફટકારી હતી. અગાઉ T20 ઈન્ટરનેશનલ મેચમાં સૌથી વધુ બાઉન્ડ્રીનો રેકોર્ડ ભારતના નામે હતો જેણે બાંગ્લાદેશ સામે 47 બાઉન્ડ્રી ફટકારી હતી પરંતુ હવે આ રેકોર્ડ ઝિમ્બાબ્વેના નામે થઈ ગયો છે. ઝિમ્બાબ્વેના બેટ્સમેને ગેમ્બિયા સામે 27 સિક્સર ફટકારી હતી. આ T20ની એક જ ઇનિંગમાં પણ સૌથી વધુ છે. આ પહેલા નેપાળે એશિયન ગેમ્સમાં મંગોલિયા સામે ઈનિંગમાં 26 સિક્સર ફટકારી હતી. 7 world records made in 1 T20 match
સિકંદર રોહિત-મિલરને પાછળ છોડીને નંબર વન બન્યો
ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ 33 બોલમાં સદી ફટકારી હતી. ટેસ્ટ રમી રહેલી ટીમના કોઈપણ ખેલાડી દ્વારા ટી20માં આ સૌથી ઝડપી સદી છે. આ પહેલા આ રેકોર્ડ ભારતના રોહિત શર્મા અને દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલરના નામે હતો જેમણે 35 બોલમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. આ મેચમાં ઝિમ્બાબ્વેએ રેકોર્ડ 290 રનથી જીત મેળવી હતી, જે T20 ક્રિકેટમાં કોઈપણ ટીમની સૌથી મોટી જીત છે. ઝિમ્બાબ્વે ટી20માં સૌથી ઝડપી 200 રન બનાવનારી ટીમ બની ગઈ છે. તેણે 12.5 ઓવરમાં રનની બેવડી સદી ફટકારી હતી. આ પહેલા આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના નામે હતો. દક્ષિણ આફ્રિકાએ 13.5 ઓવરમાં રનની બેવડી સદી ફટકારી હતી. 7 world records made in 1 T20 match