IPL 2025 Mega Auction: ઐયર 23.75 કરોડમાં KKRમાં પાછો ફર્યો, મળ્યા આટલા કરોડ IPL 2025 મેગા ઓક્શન લેટેસ્ટ અપડેટ્સ: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે જેદ્દાહમાં યોજાઈ રહી છે. આજે મેગા ઓક્શનનો પ્રથમ દિવસ છે, જ્યાં તમામની નજર ઋષભ પંત, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ જેવા ખેલાડીઓ પર છે.
આ 2 ખેલાડી IPL ના સૌથી મોધા ખેલાડી 27 કરોડમાં વેચાયા, કેએલ રાહુલને નુકસાન થયું
IPL 2025 મેગા ઓક્શન લેટેસ્ટ અપડેટ: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે ખેલાડીઓની હરાજી આજે સાઉદી અરેબિયામાં થઈ રહી છે. મેગા ઓક્શનમાં કુલ 577 ખેલાડીઓ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, જેમાંથી 367 ભારતીય અને 210 વિદેશી ખેલાડીઓ છે. આ મેગા ઓક્શનમાં તમામ 10 ટીમો કુલ 204 ખેલાડીઓ પર જ બોલી લગાવી શકશે, જેમાંથી મહત્તમ 70 વિદેશી છે. આ વખતે મેગા ઓક્શનમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળી શકે છે કારણ કે ઘણા સ્ટાર ખેલાડીઓ હરાજીમાં સામેલ છે. કેટલાક ભારતીય ખેલાડીઓ છે જેમના પર ટીમ 30 કરોડ રૂપિયા પણ ખર્ચ કરી શકે છે. આઈપીએલની દસ ટીમો પાસે રૂ. 641.5 કરોડનું પર્સ છે, જ્યાં પંજાબ કિંગ્સનું સૌથી વધુ બજેટ રૂ. 110.5 કરોડ છે.