IPL 2025 ની તારીખમાં મોટો ફેરફાર, 14 માર્ચને બદલે આ દિવસે ટુર્નામેન્ટ શરૂ થશે, BCCI એ આપ્યું અપડેટ

IPL 2025 date and time

IPL 2025 તાજા સમાચાર :IPL 2025 ની તારીખમાં મોટો ફેરફાર, 14 માર્ચને બદલે આ દિવસે ટુર્નામેન્ટ શરૂ થશે, BCCI એ આપ્યું અપડેટ IPL 2025, તાજા સમાચાર: ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2025 21 માર્ચથી શરૂ થશે. અગાઉ એવા અહેવાલો હતા કે IPL આ વર્ષે 2025 માં 14 માર્ચથી શરૂ થશે. પરંતુ હવે BCCI દ્વારા પુષ્ટિ આપવામાં આવી છે કે આ ટુર્નામેન્ટ 14મી તારીખથી નહીં પરંતુ 21 માર્ચથી શરૂ થશે. IPL મેગા ઓક્શન પછી, લગભગ બધી જ ટીમોનો ચહેરો બદલાઈ ગયો છે. IPL 2025 date and time

IPL 21 માર્ચથી શરૂ થશે 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ પુષ્ટિ આપી છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ 21 માર્ચથી શરૂ થવાની તૈયારીમાં છે. IPL 2024 ની શરૂઆત 22 માર્ચે થઈ હતી જ્યારે RCB અને CSK એકબીજા સામે ટકરાયા હતા અને ફાઇનલ 26 મેના રોજ રમાઈ હતી જેમાં KKR એ ટ્રોફી જીતી હતી. અગાઉ, રાજીવ શુક્લાએ ભૂલથી 23 માર્ચ તારીખ જાહેર કરી હતી, જેને બાદમાં તેમણે સુધારીને 21 માર્ચ કરી હતી.

બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ અપડેટ આપ્યું

હરાજી પહેલા, ટીમોએ BCCI સાથે અનેક નિયમો અંગે ઉગ્ર ચર્ચા કરી હતી. કેટલીક ટીમોએ મેગા હરાજી અંગે ચિંતા વ્યક્ત કરી હતી, તેમને ડર હતો કે તેઓ જે ખેલાડીઓ શોધ્યા હતા અને વિકસાવ્યા હતા તેમને ગુમાવી દેશે. રવિવાર, ૧૨ જાન્યુઆરીના રોજ, બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આઈપીએલ ૨૦૨૫ ની શરૂઆતની મેચની તારીખની પુષ્ટિ કરી. તેમણે કહ્યું કે IPL 21 માર્ચથી શરૂ થશે, પરંતુ પ્લેઓફ કે ફાઇનલની તારીખો વિશે કોઈ માહિતી આપી નથી.

Join WhatsApp

Join Now

Leave a Comment