Shubman Gill ODI Rankings: ક્રિકેટ ચાહકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે શુભમન ગિલે ઇંગ્લેન્ડ સામે રમાયેલી વન-ડે મેચમાં જે રીતનું પર્ફોમન્સ કર્યું છે તેને લઈને હવે પ્લેયર ઓફ ધ સીઝન નો એવોર્ડ તેમણે જીતી લીધો છે icc વન-ડે રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન બની ગયો છે જેથી તમામ ક્રિકેટ ચાહકોમાં હવે ખુશીની લાગણીઓ છે સાથે જ તેમનું અદભુત પર્ફોમન્સ ક્રિકેટ ચાહકો વખાણી રહ્યા છે
વધુમાં જણાવી દઈએ તો આજથી પાકિસ્તાન સામે ચેમ્પિયન ટ્રોફી 2025 ની શરૂઆત થઈ ચૂકી છે આજે પ્રથમ મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે ભારત તેની પ્રથમ મેચ આવતીકાલે બાંગ્લાદેશ સામે રમે તેવી શક્યતાઓ છે સાથે જ ટીમ ઇન્ડિયાના વાઈસ કેપ્ટન એટલે કે પ્લેયર ઓફ ધ સીઝન નો એવોર્ડ જીતનાર શુભમન ગિલ માટે સારા સમાચાર આવ્યા છે અને ભારતીય સ્ટાર ઓપનિંગ બેટ્સમેન શુભમ ગિલ પાકિસ્તાનની બેટ્સમેન બાબર આઝમને હરાવીને વિશ્વનો નંબર 1 વનડે બેટ્સમેન બની ગયો છે સાથે જ તેમને શુભેચ્છાઓ પણ મળી રહી છે
વધુમાં જણાવી દઈએ તો icc વન-ડે રેન્કિંગમાં તેમનું નામ ખૂબ જ શાનદાર પરફોર્મન્સના કારણે નોંધાયું છે સાથે 796 રેટિંગ પોઇન્ટ તેમણે મળ્યા છે અને બાબર આઝમને 773 રેટિંગ પોઇન્ટ થી પાછળ રહી ગયો છે ભારતીય કેપ્ટન રોહિત શર્મા પોતાનું ત્રીજું સ્થાન જાળવી રાખ્યું છે સાથે જ વિરાટ કોહલી 729 પોઇન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે