Sourav Ganguly: ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના કાફલાને અકસ્માત નડ્યો છે મીડિયા રિપોર્ટ નું માનીએ તો તેમના કાફલાને એક વાહન અકસ્માત નડ્યો હતો અચાનક એક લારી વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો આ સાથે જ વાહનોને અચાનક બ્રેક મારવી પડી હતી જોકે સૌરવ ગાંગુલી ની તબિયત સારી છે તેમને કોઈ પણ પ્રકારની ઇજા પહોંચી નથી આ ઘટનામાં હુગલીના દાદપુરમાં એક્સપ્રેસ-વે પર બની હતી.ગાંગુલીના ચાહકોને ઝટકો લાગ્યો છે પરંતુ ગાંગુલીને કોઈ પણ પ્રકારની મોટી ઇજા પહોંચી નથી
મળતી માહિતી અનુસાર વરસાદ ચાલુ હતો તે દરમિયાન ગાંગુલીના કાફલા ની સામે એક લારી આવી ગઈ હતી આ દરમિયાન અચાનક ગાડીને બ્રેક મારવી પડી હતી. ત્યારે ગાંગુલીની કારના ડ્રાઇવરે સમયસર બ્રેક લગાવી હતી તેમ છતાં ગાડીઓ વચ્ચે ટક્કર થઈ હતી દાજપુર પોલીસ સ્ટેશનમાં એક સહકારીએ પણ વિગતો આપતા જણાવ્યું હતું કે ગાંગુલીના કારણે કોઈ પણ મોટું નુકસાન થયું નથી અને તેમને કોઈ પણ પ્રકારની ઇજા પણ પહોંચી નથી આ કાર અકસ્માતમાં વાહનોને થોડુંક નુકસાન થયું હતું
હાલ ચેમ્પિયન ટ્રોફી ચાલી રહી છે તેની વચ્ચે ક્રિકેટ જગતના પૂર્વ કેપ્ટનને લઈને મહત્વની અપડેટ સામે આવી છે તેમની કારને અકસ્માત નળીઓ છે ગાંગુલીના કારણે અકસ્માત નડતા જ તેમના ચાહકો પણ ચિંતામાં મુકાયા હતા પરંતુ તેમની તબિયત બિલકુલ સારી છે અને તેઓ સ્વાસ્થ્ય છે તેમને કોઈ પણ પ્રકારનું વધુ નુકસાન તેમની કારને થયું નથી અથવા તેમને પણ કોઈ પણ પ્રકારની ઇજા પહોંચી નથી