Champions Trophy 2025: ચેમ્પિયન ટ્રોફી પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમ માટે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે ક્રિકેટ ચાહકો પણ હેરાન થઈ ગયા છે કારણ કે બોલિંગ કોચ કોચ મોર્ને મોર્કેલના પિતા આલ્બર્ટ મોર્કેલના નિધનની જાણ થતા જ ટીમ ઇન્ડિયામાં ખૂબ જ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે આ સાથે જ પૂર્વ ફાસ્ટ બોલર દુબઈથી સાઉથ આફ્રિકા જવા રવાના થઈ ગયા હોવાના સમાચાર પણ મીડિયા રિપોર્ટના માધ્યમથી મળી રહ્યા છે વધુમાં જણાવી દઈએ તો 20 ફેબ્રુઆરી બાંગ્લાદેશ સામેની તેની પ્રથમ મેચ પહેલા જ ભારતીય પુરુષ ક્રિકેટર ટીમ દુબઈમાં પ્રેક્ટિસ કરી રહી છે આ સાથે જ ખૂબ જ જલ્દી ચેમ્પિયન ટ્રોફી રમવા જઈ રહી છે એ પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમ માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે
મળતી વિગતો અનુસાર મોર્કેલના પિતા આલ્બર્ટ એક ખૂબ જ શાનદાર ક્રિકેટર હતા અને દક્ષિણ આફ્રિકામાં લિસ્ટ એ મેચ રમવાની પણ તેમને તક મળી હતી તેમની ઉંમરની વાત કરીએ તો 74 વર્ષની આસપાસ ની ઉમર હતી તેમને આ સાથે જ તેમના ત્રણ ભાઈઓ પણ છે દક્ષિણ આફ્રિકાની ટીમ તરફથી રમી ચૂક્યા છે અને સારું એવું પર્ફોમન્સ પણ તેમને કર્યું છે દક્ષિણ આફ્રિકાના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એક તેમને માનવામાં આવે છે
15 ફેબ્રુઆરીએ તેઓ ટીમ સાથે હતા જ્યારે ભારતીય ક્રિકેટરો ટુર્નામેન્ટ માટે દુબઈ પહોંચ્યા હતા તે ગયા વર્ષે પણ બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચ સીરીઝ પહેલા જ ટીમ સાથે જોડાયા હતા તેમના નિધનથી હવે ટીમ ઇન્ડિયા ને પણ મોટો ઝટકો લાગ્યો છે પરંતુ બીજી તરફ ચેમ્પિયન ટ્રોફીની તૈયારીઓ ચાલી રહી છે ખૂબ જ જલ્દી બાંગ્લાદેશ સામે ભારત મેદાને ઉતરશે