why cricketers wear black band today 2024 મેલબોર્ન (ઓસ્ટ્રેલિયા): ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટેસ્ટ મેચોની બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે. આ શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. 26મી ડિસેમ્બરથી શરૂ થયેલી બોક્સિંગ ડે ટેસ્ટનો આજે બીજો દિવસ છે અને ભારતીય ક્રિકેટ ટીમ શુક્રવારે કાળી પટ્ટી પહેરીને મેદાનમાં આવી હતી. શું તમે જાણો છો કે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે MCGમાં બીજા દિવસે બ્લેક બેન્ડ પહેરીને શા માટે એન્ટ્રી કરી, નહીં તો આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
ટીમ ઈન્ડિયાએ કાળી પટ્ટી કેમ પહેરી છે? why cricketers wear black band today
વાસ્તવમાં, રોહિત શર્માની કેપ્ટનશીપવાળી ભારતીય ક્રિકેટ ટીમ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં આવી છે. કારણ કે ભારતના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું ગુરૂવારે નિધન થયું છે. તેમનું 92 વર્ષની વયે અવસાન થયું. તેમની તબિયત અચાનક બગડતાં તેમને ગુરુવારે સાંજે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ભારતે તેના ભૂતપૂર્વ વડાપ્રધાન ગુમાવ્યા. શ્રદ્ધાંજલિ અને તેમના સન્માનમાં ભારતીય ક્રિકેટ ટીમ આજે કાળી પટ્ટી પહેરીને મેદાનમાં આવી છે.
પોલીસ ભરતી પ્રેક્ટિકલ માટે કોલ લેટર અહીંથી ડાઉનલોડ કરી શકાશે
ભારત વિ ઓસ્ટ્રેલિયા બોક્સિંગ ડે ટેસ્ટ મેચની અત્યાર સુધીની સ્થિતિ
આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ દિવસની રમતના અંતે, ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટ ગુમાવીને 86 ઓવરમાં 311 રન બનાવ્યા હતા, જેમાં સેમ કોન્સ્ટાસ (60), ઉસ્માન ખ્વાજા (57) અને માર્નસ લાબુશેન (72)એ અડધી સદી ફટકારી હતી. હવે બીજા દિવસની શરૂઆતમાં જ સ્ટીવ સ્મિથે પોતાની સદી પૂરી કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી 103 ઓવરમાં 400 રન બનાવ્યા છે. સ્મિથ 106 અને પેટ કમિન્સ 49 રન પર બેટિંગ કરી રહ્યા છે.
Team India wearing black armbands to pay respects to Manmohan Singh. 👏 why cricketers wear black band today 2024 ? pic.twitter.com/F95AUrbD1F
— Gujarat Square News (@gujaratsquare) December 27, 2024
ડૉ. મનમોહન સિંહના જીવન વિશે:
- જન્મ: 26 સપ્ટેમ્બર 1932, પંજાબ.
શિક્ષણ:
- પંજાબ યુનિવર્સિટી (સ્નાતક અને અનુસ્નાતક).
- કેમ્બ્રિજ યુનિવર્સિટી (ઈકોનોમિક ટ્રિપોસ, 1957).
- ઓક્સફર્ડ યુનિવર્સિટી (અર્થશાસ્ત્રમાં ડી.ફિલ., 1962).
- તેમને પંજાબ યુનિવર્સિટી અને દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં ભણાવવાની કામગીરી કરી હતી.