WPL 2025 Schedule Announced:WPL 2025નું ટાઈમ ટેબલ જાહેર, પહેલીવાર ચાર શહેરોમાં ટુર્નામેન્ટનું આયોજન થશે WPL 2025 માટેનો સમયપત્રક જાહેર કરવામાં આવ્યો છે, અને આ વર્ષે પહેલીવાર ટુર્નામેન્ટ ચાર અલગ અલગ શહેરોમાં આયોજિત થશે. WPL, જે IPLની જેમ મહિલા ક્રિકેટ માટેની પ્રીમિયર લીગ છે, આ વખતે 14 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 15 માર્ચે સમાપ્ત થશે. WPL 2025 શિડ્યુલ ટાઈમ ટેબલ
પ્રથમ વખત, WPL ચાર અલગ અલગ શહેરોમાં આયોજિત કરવામાં આવશે
ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચેની પ્રથમ મેચ વડોદરામાં રમાશે, અને સમગ્ર ટુર્નામેન્ટમાં ચાર શહેરો—વડોદરા, બેંગલુરુ, લખનૌ, અને મુંબઈમાં—મેચો યોજાશે.
વડોદરા 6 મેચોને યજમાની કરશે, ત્યારબાદ બેંગલુરુમાં 8 મેચ રમાશે. લખનૌમાં 4 મેચ અને મુંબઈમાં પ્લેઓફ સહિત 4 મેચ યોજાશે. બધી મેચો ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. WPLની ત્રીજી સીઝન IPL 2025 પહેલાં યોજાતા મહિલા ક્રિકેટ ચાહકો માટે ખાસ રોમાંચક બની રહી છે.
WPL 2025 નું સંપૂર્ણ સમયપત્રક અહીં છે:
વડોદરા:
- 14 ફેબ્રુઆરી – ગુજરાત જાયન્ટ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
- 15 ફેબ્રુઆરી – મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ
- 16 ફેબ્રુઆરી – ગુજરાત જાયન્ટ્સ વિરુદ્ધ યુપી વોરિયર્સ
- 17 ફેબ્રુઆરી – દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
- 18 ફેબ્રુઆરી – ગુજરાત જાયન્ટ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ
- 19 ફેબ્રુઆરી – યુપી વોરિયર્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ
બેંગલોર:
- 21 ફેબ્રુઆરી – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs મુંબઈ ઈન્ડિયન્સ
- 22 ફેબ્રુઆરી – દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ યુપી વોરિયર્સ
- 24 ફેબ્રુઆરી – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs યુપી વોરિયર્સ
- 25 ફેબ્રુઆરી – દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ગુજરાત જાયન્ટ્સ
- 26 ફેબ્રુઆરી – મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ યુપી વોરિયર્સ
- 27 ફેબ્રુઆરી – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs ગુજરાત જાયન્ટ્સ
- 28 ફેબ્રુઆરી – દિલ્હી કેપિટલ્સ vs મુંબઈ ઈન્ડિયન્સ
- 1 માર્ચ – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ
લખનૌ:
- 3 માર્ચ – યુપી વોરિયર્સ વિરુદ્ધ ગુજરાત જાયન્ટ્સ
- 6 માર્ચ – યુપી વોરિયર્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ
- 7 માર્ચ – ગુજરાત જાયન્ટ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ
- 8 માર્ચ – યુપી વોરિયર્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
મુંબઈ:
- 10 માર્ચ – મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ ગુજરાત જાયન્ટ્સ
- 11 માર્ચ – મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
- 13 માર્ચ – એલિમિનેટર
- 15 માર્ચ – ફાઈનલ