રાજસ્થાનમાં મોટો અકસ્માત ગુજરાતી પરિવાર દિવાળી મનાવવા ઘરે આવી રહ્યો હતો, ટાયર ફાટતા કાર પલટી, 5ના મોત

Major accident in Rajasthan, car overturned after tyre burst, 5 dead

રાજસ્થાનમાં મોટો અકસ્માત ગુજરાતી પરિવાર દિવાળી મનાવવા ઘરે આવી રહ્યો હતો, ટાયર ફાટતા કાર પલટી, 5ના મોત રાજસ્થાનના સિરોહી જિલ્લામાં આજે સવારે એક દુ:ખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે, ટાયર ફાટવાને કારણે ઝડપભેર કાર પલટી જતાં આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બ્યાવર-પિંડવાડા હાઈવે પર થયો હતો. કારમાં સવાર લોકો જોધપુર જઈ રહ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે. Major accident in Rajasthan, car overturned after tyre burst, 5 dead

આ પરિવાર ગુજરાતના દાહોદથી જોધપુર જઈ રહ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, સિરોહીના નેશનલ હાઈવે પર સરનેશ્વર જી પુલિયા પાસે આજે સવારે લગભગ 6 વાગ્યે આ અકસ્માત થયો હતો. એક જ પરિવારના છ લોકો કારમાં ગુજરાતના દાહોદથી ફલોદી જિલ્લાના ખારા ગામ જઈ રહ્યા હતા. આ લોકો દાહોદમાં રહેતા હતા અને દિવાળી ઉજવવા ગામમાં આવી રહ્યા હતા. સરનેશ્વર જી પુલિયા પાસે ચાલતી કારની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. આ પછી ડિવાઈડર સાથે અથડાયા બાદ કારનું ટાયર ફાટ્યું હતું અને કાર કાબૂ બહાર જઈને ફોર લેન હાઈવેની બીજી બાજુના નાળામાં પડી હતી.

મૃતકોમાં એક 11 મહિનાનું બાળક પણ સામેલ છે.

આ અકસ્માતમાં કારમાં સવાર તમામ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને કારમાંથી બહાર કાઢીને સિરોહી જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ 5 લોકોને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો સાયણ સમુદાયના હતા. જેમાં બે મહિલા અને બે પુરૂષ અને એક માસુમ બાળકનો સમાવેશ થાય છે. મૃતકોની ઓળખ પ્રતાપ, રામુરામ, ઉષા, પૂજા અને 11 મહિનાની આશુ તરીકે થઈ છે. સાથે જ શારદા નામની મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી. જેની સારવાર ચાલી રહી છે.

Join WhatsApp

Join Now

Leave a Comment