SBI ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે મોટું અપડેટ: બદલાશે નિયમો, લેટ ફી અને એન્યુઅલ ચાર્જમાં ફેરફાર

SBI credit Card new rules 2026

જો તમે પણ State Bank of India (SBI)નું ક્રેડિટ કાર્ડ રોજબરોજ ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. 1 મે 2026થી SBI ક્રેડિટ કાર્ડના નિયમોમાં કેટલાક મોટા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે, જેમાં લેટ પેમેન્ટ ચાર્જ અને એન્યુઅલ ફી સંબંધિત નિયમો સામેલ છે. SBI credit Card new rules 2026

મેથી મહિનાને સામાન્ય રીતે ફાઇનાન્શિયલ બદલાવનો સમય માનવામાં આવે છે, અને આ વખતે પણ બેંકિંગ ક્ષેત્રમાં અનેક નવા નિયમો અમલમાં આવી રહ્યા છે.

એન્યુઅલ ચાર્જમાં ફેરફાર

SBI કાર્ડની ઓફિશિયલ માહિતી અનુસાર, હવે ગ્રાહકોને એક વર્ષમાં ₹1 લાખ સુધીનો ખર્ચ કરવાથી એન્યુઅલ ફી રિવર્સ (માફ) કરવાની સુવિધા મળશે. જો ખર્ચ ₹1 લાખથી ઓછો રહેશે, તો ગ્રાહકોને એન્યુઅલ ફી ચૂકવવી પડશે.

આ નિયમ ખાસ કરીને SBI BPCL Credit Card માટે લાગુ કરવામાં આવ્યો છે. બેંકે 29 માર્ચે જ આ અંગે નોટિસ જાહેર કરી હતી.

લેટ પેમેન્ટ ચાર્જમાં મોટો ફેરફાર

હવે લેટ પેમેન્ટ પર પણ નિયમો કડક બનાવવામાં આવ્યા છે. અગાઉ ₹500 સુધીના બાકી પર કોઈ ચાર્જ નહોતો, પરંતુ હવે આ છૂટ માત્ર ₹100 સુધી જ સીમિત કરી દેવામાં આવી છે.

₹500 થી ₹1000 સુધીના બાકી પર હવે ₹400ની જગ્યાએ ₹500 ચાર્જ લાગશે. જ્યારે ₹50,000થી વધુ બાકી રકમ પર ₹1300 ચાર્જ યથાવત રાખવામાં આવ્યો છે.

શું અર્થ થાય છે આ બદલાવનો?

સરળ શબ્દોમાં કહીએ તો, હવે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધુ સાવધાનીથી કરવો પડશે. સમયસર પેમેન્ટ કરવું અને ખર્ચનું પ્લાનિંગ રાખવું વધુ જરૂરી બનશે, નહીં તો વધારાના ચાર્જનો બોજ સહન કરવો પડી શકે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment