Gujarat Weather: ગુજરાતમાં શિયાળાની સિઝન ચાલી રહી છે તો બીજી તરફ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા ફરી એકવાર ઠંડીને લઈને આગાહી કરવામાં આવે છે અમદાવાદમાં આજે વધુ ઠંડીનું પ્રમાણ જોવા મળ્યું હતું તાપમાન 13 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું પરંતુ હજુ સુધી એક અઠવાડિયા સુધી કોલ્ડવેવની આગાહી પણ કરવામાં આવી છે આગામી અઠવાડિયા દરમિયાન શહેરનું તાપમાન 8 ડિગ્રી કરતાં નીચે જાય તેવી શક્યતાઓમાં વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી 9 ડીગ્રીની આસપાસ તાપમાન થયું હતું
પરેશ ગૌસ્વામીની લેટેસ્ટ આગાહી : Paresh Goswami Agahi
ગુજરાતમાં રાજ્યમાં ત્રણ ડિગ્રી તાપમાન ઘટે તેવી શક્યતાઓ પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી હતી પરેશ ગૌસ્વામી જણાવ્યું હતું કે વેસ્ટન ડીસ્ટન્સને કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે આ સાથે ઠંડો પવન ફૂંકાઈ શકે છે. આગામી બે દિવસ તાપમાનમાં સતત ઘટાડો નોંધાશે જેના કારણે ઠંડીનું પ્રમાણ પણ વધશે સૌરાષ્ટ્ર ગુજરાતના અનેક ભાગોમાં ઠંડી વધે તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામી દ્વારા કરવામાં આવી હતી અનેક જિલ્લાઓમાં તાપમાન નીચે જતું જોવા મળી રહ્યો છે જેથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે
અંબાલાલ પટેલ લેટેસ્ટ આગાહી
બીજી તરફ પરેશ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ મહત્વની આગાહી કરી છે અંબાલાલ પટેલ ને જણાવ્યું હતું કે 11 જાન્યુઆરી સુધીમાં વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે મહાસાગરમાં લો પ્રેસર બની રહ્યું છે જેના કારણે દેશના મોટાભાગના વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવી શકે છે 9 જાન્યુઆરીના મુંબઈથી કર્ણાટક સુધીમાં વરસાદ પડે તેવી શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સાથે જ અરબ સાગર અને બંગાળની ખાડીમાં પવનો ફૂંકાય તેવી પણ શક્યતાઓ આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાંઆવી છે