Gold Prices Today: ફેબ્રુઆરી મહિનામાં સોનાને ચાંદીના ભાવમાં મોટા ફેરફાર જોવા મળ્યા હતા 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવમાં છેલ્લા એક મહિનાથી સતત મોટા ફેરફાર થઈ રહ્યા છે આજે પણ સોનાના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો 22 કેરેટ સોનાનો ભાવ આજે 79450 રૂપિયાની આસપાસ 10 ગ્રામનો નોંધાયો હતો જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 86,670 ની આસપાસ પહોંચી ગયો છે આગામી દિવસોમાં હજુ પણ સોનાને ચાંદીના ભાવમાં જોરદાર વધારો થશે ખાસ કરીને સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ચલો તમને જણાવીએ ગુજરાતના મુખ્ય શહેરોમાં શું છે લેટેસ્ટ સોનાના ભાવ?
અમદાવાદ સુરત વડોદરામાં 10 ગ્રામ સોનાના ભાવમાં જોરદાર વધારો
સૌપ્રથમ અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ 79,500 10 ગ્રામનો નોંધાયો હતો જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 86,720 ને ભાર પહોંચી ગયો છે આગામી દિવસોમાં હજુ પણ સોનાને ચાંદીના ભાવમાં સતત વધારો થાય તેવું માર્કેટ એક્સપર્ટનું માનવું છે ગુજરાતમાં સૌપ્રથમ અમદાવાદ શહેરમાં સોના અને ચાંદીના ભાવમાં મોટા ફેરફાર જોવા મળતા હોય છે
સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં 24 કેરેટ સોનાનો ભાવ 86,720 પ્રતિ 10 ગ્રામનો નોંધાયો હતો જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 79,500 રૂપિયાની આસપાસ નોંધાયો હતો. આ સાથે જ વડોદરા શહેરમાં પણ એક સરખો જ ભાવ નોંધાયો હતો એટલે કે 22 કેરેટ સોનાનો ભાવ 79,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો નોંધાયો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 86,720 ને આસપાસ નોંધાયો છે
દિલ્હી મુંબઈમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ
દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો 24 કેરેટ સોનાનો ભાવ 86,820 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો નોંધાયો છે જ્યારે 22 કેરેટ સોનાની ભાવની કિંમતની વાત કરીએ તો 79,600 ને આસપાસ પહોંચી ગયો છે મુંબઈ શહેરમાં પણ 22 કેરેટ સોનાનો ભાવ 79450 10 ગ્રામનો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 86,670ને આસપાસ પહોંચી ગયો છે