Income Tax Slabs 2025:આ વર્ષનું બજેટ નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલ મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ જ શાનદાર છે આ બજેટમાં સામાન્ય જનતા ખાસ કરીને પગારદાર કર્મચારીઓને મોટી રાહત મળી છે નાણામંત્રી નિર્મલા સીતારમણે ટેક્સ લેબમાં મોટા ફેરફાર કરવાથી ટેક્સને લઈને મધ્યમ વર્ગના લોકોને મોટી રાહત થઈ છે ગયા વર્ષ કરતા આ વર્ષનું બજેટ મહિલાઓ માટે ગરીબ વર્ગના લોકો માટે મધ્યમ વર્ગના લોકો માટે અને વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહ્યું છે પરંતુ ટેક્સને લઈને અમુક બાબતો હજુ પણ લોકોના મનમાં મૂંઝવાઇ રહી છે હવેથી 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ લાગુ કરવામાં નહીં આવે ત્યારે ચલો જાણીએ ઇન્કમ ટેક્સ સ્લેબની મહત્વની વિગતો વિશે
બજેટમાં લેવાયા ઇન્કમટેક્સ અંગેના મહત્વના નિર્ણય
નાણામંત્રી દ્વારા મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ અને મહિલાઓ માટે બજેટ વધુ ફોકસ કરવામાં આવ્યું છે આ સાથે જ ઇન્કમટેક્ષ મુદ્દે મોટી રાહત આપવાની પણ જાહેરાત કરી છે ટેક્સ રીબેટમાં વધારાના કારણે નવી ટેક્સ રેજિમમાં 12 લાખની આવક પર કોઈ ટેક્સ લેવામાં નહીં આવે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય અન્ય મહત્વની વિગતો વિશે વાત કરીએ તો ઇન્કમટેક્સ ભરતા લોકો 12 લાખની આવક પર 71,500 સુધીનો ફાયદો મેળવી શકશે
ટેક્સ અંગે બચત કેલ્ક્યુલેશન જાણો
હવે 12,00,000 સુધીની આવક પર કોઈ પણ પ્રકારનું ટેક્સ લેવામાં નહીં આવે નવા ટેક્સ સ્લેબમાં રૂપિયા ૧૨ લાખની આવક પર રૂપિયા 80 હજારનું જ્યારે સોળ લાખની આવક પર 50,000 રૂપિયા સુધીનો ફાયદો થશે. બીજી તરફ 16 લાખ કરતાં વધુ આવક ધરાવતા લોકો એટલે કે 23 લાખની આવક ધરાવતા લોકો માટે 3,40,600 ટેક્સ પેટે ચૂકવવાના રહેશે. આ નવા સ્લેબમાં રૂપિયા 2,40,500 ટેક્સ ચૂકવવો પડશે. જ્યારે 24 લાખની આવક ધરાવતા લોકો હવે રૂ. 1,10,000નો ફાયદો કરી શકે છે. બજેટમાં લેવામાં આવેલા ટેક્સ અંગેમાં મહત્વના ફાયદા મધ્યમ વર્ગના નાગરિકોને થશે