પેન્શનરો 70 રૂપિયામાં પોસ્ટ ઓફિસમાંથી બનાવી શકશે હયાતી પ્રમાણપત્ર

પેન્શનરો 70 રૂપિયામાં પોસ્ટ ઓફિસમાંથી બનાવી શકશે હયાતી પ્રમાણપત્ર હવે સરકારી અને ખાનગી સંસ્થાઓમાંથી નિવૃત્ત થયેલા પેન્શનરો માટે જીવન પ્રમાણપત્ર મેળવવા માટે ઓફિસમાં જવાની જરૂર નહીં રહે. ટપાલ વિભાગે પેન્શનરો માટે વિશેષ વ્યવસ્થા શરૂ કરી છે, જેના માધ્યમથી પેન્શનરો ઘરબેઠા લાઈફ સર્ટિફિકેટ મેળવી શકશે. આ સુવિધા મેળવવા માટે પેન્શનરો નજીકની પોસ્ટ ઓફિસ અથવા પોસ્ટમેનનો સંપર્ક કરી શકે છે.

પોસ્ટમેન તેમની ઘેર આવીને હયાતી પ્રમાણપત્ર બનાવવા માટે મદદ કરશે, આ માટે પેન્શનરોએ 70 રૂપિયાની ફી, આધાર નંબર, મોબાઈલ નંબર, અને પેન્શનની વિગતો આપવાની રહેશે.

દર વર્ષે નવેમ્બરમાં પેન્શન માટે હયાતી પ્રમાણપત્ર સબમિટ કરવું ફરજીયાત હોય છે, અને આ માટે લાંબી લાઈનો રહેતી હતી. આ નવી વ્યવસ્થાથી હવે પેન્શનરોને આ તકલીફમાંથી મુક્તિ મળશે.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક અને પેન્શન વિભાગ વચ્ચેના કરાર અંતર્ગત, પેન્શનરો આ સુવિધાનો લાભ ઓનલાઈન મેળવી શકશે. આ પ્રક્રિયા ટપાલ વિભાગની વેબસાઇટ અથવા પોસ્ટ ઇન્ફો એપ દ્વારા પણ કરી શકાય છે, જ્યાં પેન્શનરો ઓનલાઇન અરજીઓ કરી પોતાનું જીવન પ્રમાણપત્ર ઘરે બેઠા મેળવી શકે છે. હયાતી પ્રમાણપત્ર

હયાતી પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા jeevan pramaan certificate download

હયાતી પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારે Google Play Store પરથી AadhFaceRD અને લાઇફ સર્ટિફિકેટ ફેસ એપ ડાઉનલોડ કરવાની રહેશે પછી ઓપરેટર ઓથેન્ટિફિકેશન પૂરું કરવું પડશે જે પેન્શન ધારક છે તેમનો ચહેરો કેમ કરવાનો રહેશે પછી આગળના કેમેરા થી ફોટો ક્લિક કરી અને સબમીન બટન પર ક્લિક કરવાનું પછી તમારો રજીસ્ટર મોબાઇલ લિંક આવશે તેના પર ક્લિક કરી અને તમે હયાતીનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો