ATM in Train : ભારતીય રેલવે દ્વારા મુસાફરો માટે અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવતી હોય છે ત્યારે વધુ એક સુવિધાઓ ઉપલબ્ધ કરવા જઈ રહી છે જેમાં હવે તમે ચાલુ ટ્રેનમાં ATM માંથી રોકડ રૂપિયા ઉપાડી શકશો ભારતમાં આ પ્રકારનો પ્રયોગ પહેલીવાર શરૂ થવા જઈ રહ્યો છે મધ્ય રેલવે મહારાષ્ટ્રના મનમાંડમાંથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સુધી ચાલતી પંચવટી એક્સપ્રેસમાં ટ્રાયલ ધોરણે ATM મશીન લગાવવામાં આવ્યું છે આ ATM AC ચેર કાર કોચમાં સ્થાપિત કરવામાં આવ્યું છે આ સાથે જ મુસાફરોને હવે રોકડ પૈસા ઉપાડવામાં પણ સરળતા થશે
વધુમાં જણાવી દે તો જે વિગતો સામે આવી છે સેન્ટ્રલ રેલવેના પીસીઆરઓ સ્વપ્નિલ નીલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ મશીન ટ્રાય હરણનો એક ભાગ છે અને ટૂંક સમયમાં જ મુસાફરો માટે ઉપલબ્ધ કરવામાં આવશે તે કોચના પાછળના ભાગમાં ખાસ ડિઝાઇન કરેલા ક્યુબીકલમાં ફીટ કરવામાં આવ્યું છે જ્યાંથી તેઓ મુસાફરો પૈસા ઉપાડી શકશે અગાઉ એક કામ ચલાવ પેન્ટ્રી હતું જેમાં સુરક્ષા અને સરળ પ્રવેશ માટે શટર દરવાજા રાખવામાં આવ્યા હતા પરંતુ હવે મનમાડ રેલ્વે વર્કશોપ ખાતે જરૂરી માળખામાં આ ફેરફાર કરવામાં આવ્યો છે
ઘણા બધા મુસાફરો એવા હોય છે જેમને અર્જન્ટ પૈસાની જરૂર પડતી હોય છે આવા સંજોગોમાં આ સુવિધા તેમના માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે મુંબઈમાં સીએસએમટીને નાસિક જિલ્લાના મનમાડ જંકશન સાથે જોડતી પંચવટી એક્સપ્રેસ એક લોકપ્રિય ઇન્ટરસિટી ટ્રેન સેવા છે જે સાડા ચાર કલાકનું અંતર કાપે છે આ ટ્રેનમાં સુવિધા નો લાભ આપવામાં આવે તેવું જાણવા મળી રહ્યો છે