સરકારી કર્મચારીઓ માટે ખુશખબર:દિવાળી પર મળશે કર્મચારીઓને 4 રજા 1 નવેમ્બર રજા જાહેર

Diwali Holiday For Gujarat Govt Employees સરકારી કર્મચારીઓ માટે ખુશખબર:દિવાળી પર મળશે કર્મચારીઓને 4 રજા 1 નવેમ્બર રજા જાહેર ગુજરાત સરકાર દ્વારા 2024ની દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને સરકારી કર્મચારીઓ માટે વિશેષ રજા જાહેર કરવામાં આવી છે. 31 ઓક્ટોબર 2024, ગુરૂવારના દિવસે દિવાળીની રજા, 2 નવેમ્બર 2024, શનિવારના રોજ નૂતન વર્ષ અને 3 નવેમ્બર 2024, રવિવારે ભાઇબીજની રજાઓ જાહેર કરવામાં આવી છે.

સામાન્ય રીતે 1 નવેમ્બર 2024ના રોજ સરકારી કચેરીઓ ચાલુ રહેવાની હતી, પરંતુ દિવાળીના તહેવારને કારણે રાજ્ય સરકારે આ દિવસે પડતર રજા જાહેર કરી છે. આ ઉપરાંત, 1 નવેમ્બરના બદલે 9 નવેમ્બર 2024, શનિવારના રોજ કચેરીઓ ચાલુ રહેશે.

WhatsApp Channel Join
telegram Channel Join

આ હુકમો રાજ્ય સરકારની તમામ કચેરીઓ, પંચાયત, અને રાજ્ય હસ્તકના બોર્ડ/કોર્પોરેશન્સ માટે લાગુ થશે, જેથી સરકારી કર્મચારીઓએ આ રજાનો લાભ લઈ દિવાળી પર્વ આનંદથી ઉજવી શકે.

મહત્વની તારીખો:

  • દિવાળી: 31 ઓક્ટોબર (ગુરુવાર)
  • નવું વર્ષ: 2 નવેમ્બર (શનિવાર)
  • ભાઈબીજ: 3 નવેમ્બર (રવિવાર)
  • વધારાની રજા: 1 નવેમ્બર (શુક્રવાર)
  • કામકાજનો દિવસ: 9 નવેમ્બર (શનિવાર)

Leave a Comment