GSEB Gujarat Board Change Exam Pattern:મજા પડી ગઈ । ધોરણ 9-11 ની પરીક્ષાની પેટર્ન બદલી, 15 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો, પાસ થવાની ટકાવારી વધશે. નવા શૈક્ષણિક વર્ષ 2024-25ની શરૂઆતને ત્રણ મહિના વીતી ગયા બાદ ગુજરાત બોર્ડે નવી પરીક્ષા પેટર્ન જાહેર કરી છે. આનાથી રાજ્યમાં ધોરણ 9 અને 11માં અભ્યાસ કરતા 15 લાખથી વધુ વિદ્યાર્થીઓને ફાયદો થશે.
15 લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે
ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા ધોરણ નવ અને ધોરણ 11 ની પરીક્ષા પદ્ધતિમાં મોટું ફેરફાર કર્યો છે જેમ કે શૈક્ષણિક ક્ષેત્ર ત્રણ મહિના પતી ગયા છે અને હવે ગુજરાત સરકાર દ્વારા ધોરણ નવ 11 માં અભ્યાસ કરતા 15 લાખ વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે
અગાઉના પરીક્ષા પેટર્ન જાણો
અગાઉના પરીક્ષા પેટર્નમાં 80% પ્રશ્નો વર્ણનાત્મક અને 20% ઉદ્દેશ્ય પ્રકારે રહેતા હતા. GSEB નું માનવું છે કે આ નવા ફેરફારથી વિદ્યાર્થીઓને વધુ સારી રીતે પરીક્ષામાં સફળતા મેળવવામાં મદદ મળશે, ખાસ કરીને તે વિદ્યાર્થીઓને જેમને થોડા માર્જિનથી નાપાસ થવું પડતું હતું. આ પગલાંથી નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થશે અને પરીક્ષા માટેની તૈયારીઓ વધુ અસરકારક બનશે.
નવી પરીક્ષા પેટર્ન જાણો
નવી પરીક્ષા પેટર્ન મુજબ, 70% પ્રશ્નો વર્ણનાત્મક (ડિસ્ક્રિપ્ટિવ) હશે અને 30% પ્રશ્નો ઉદ્દેશ્ય (MCQ) આધારિત હશે. આ બદલાવ અગાઉના પેટર્નથી અલગ છે, જેમાં 80% પ્રશ્નો વર્ણનાત્મક અને 20% ઉદ્દેશ્ય આધારિત હતા. GSEB એ આ ફેરફાર સાથે એ પણ ઉલ્લેખ્યું છે કે આ નવું પેટર્ન એવા વિદ્યાર્થીઓને મદદરૂપ થશે, જેઓ પહેલાં બહુ ઓછા માર્જિનથી નાપાસ થતા હતા. આનો અર્થ એ થયો કે, નવા પેટર્નથી વિદ્યાર્થી પાસ થવાની સંભાવનાઓ વધુ રહેશે, અને પરિણામે નાપાસ થતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો આવશે.