બાપ રે!! બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર – Results પહેલાં જ વિધાર્થીઓને આપવામાં આવ્યાં ગ્રેસિંગ માર્કસ..

grace marks are given in GSEB Class 12

બાપ રે!! બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર – Results પહેલાં જ વિધાર્થીઓને આપવામાં આવ્યાં ગ્રેસિંગ માર્કસ.. ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં સંપન્ન થયેલી ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં ગણિત અને કેમેસ્ટ્રી વિષયમાં કેટલાક પ્રશ્નો ખોટા હોવાના કારણસર બોર્ડે વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક આપવાનું નક્કી કર્યું છે. How much grace marks are given in GSEB Class 12

ગ્રેસ માર્ક્સની વિગતો:

  • ગણિત: ગુજરાતી માધ્યમમાં એક પ્રશ્ન ખોટો હોવાને કારણે 1 ગ્રેસ માર્ક મળશે.
  • કેમેસ્ટ્રી: હિન્દી માધ્યમમાં એક પ્રશ્ન ખોટો હોવાને કારણે 1 ગ્રેસ માર્ક આપવામાં આવશે.

પ્રોવિઝનલ આન્સર કી જાહેર

શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી પણ જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થી આન્સર કીનું મૂલ્યાંકન કરી શકે છે અને જો કોઇ ગંભીર ભૂલ જણાય તો બોર્ડને તેની જાણ કરી શકે છે.

વિદ્યાર્થીઓ માટે ઉપયોગી માહિતી:

  • જો કોઇ વિદ્યાર્થીને પ્રોવિઝનલ આન્સર કીમાં કોઇ દોષ જણાય તો તેઓ બોર્ડના સત્તાવાર પોર્ટલ પર જઈને ફરિયાદ કરી શકે છે.
  • ગ્રેસ માર્ક્સ બાદના પરિણામો બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાશે.

Join WhatsApp

Join Now

Leave a Comment