Indian Coast Guard Bharti 2024: ભારતીય કોસ્ટ ગાર્ડમાં ગ્રુપ સીની જગ્યા માટે ભરતી, જાણો યોગ્યતા અને અરજી પ્રક્રિયા. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG) 2024 માં ગ્રુપ સીની જગ્યાઓ પર ભરતી જાહેરાત કરવામાં આવી છે જો તમે પણ કોસ્ટ ગાર્ડ ભરતીમાં નોકરી કરવા માગતા હો તો તમારા માટે એક આ સીધી ભરતી પ્રક્રિયા છે આની અંદર વિવિધ પોસ્ટ છે જેમાં તમે અરજી કરી શકો છો તો જાણો નીચે આપેલ માહિતી.
ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) ભરતી 2024 અરજી પ્રક્રિયા, મહત્વપૂર્ણ તારીખો, અરજી ફી, વય મર્યાદા, પાત્રતા, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર ધોરણ અને મહત્વપૂર્ણ લિંક વિશે સંપૂર્ણ માહિતી અહીં મળશે.
ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) 2024 મહત્વની તારીખ
- કોસ્ટ ગાર્ડ ભરતી માટે જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો અરજી કરવાની છેલ્લી તારીખ છે 15 ડિસેમ્બર 2024
ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) 2024 પાત્રતા માપદંડ
ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) માટેની ભરતી માટે લાયકાત યુનિવર્સિટી અથવા સંસ્થાથી સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, મરીન એન્જિનિયરિંગ, નેવલ આર્કિટેક્ચર, અથવા શિપબિલ્ડીંગમાં ડિપ્લોમા અથવા ઉપરોક્ત ક્ષેત્રમાં ડ્રાફ્ટ્સમેનશિપ માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. MTS પદ માટે, 10મું પાસ ફરજિયાત છે. પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત વિગતો માટે નીચે આપેલ ઓફિશિયલ વેબસાઈટ પરથી તમે જાણી શકો છો.
ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) ગ્રુપ C 2024 માટે કેવી રીતે અરજી કરવી
ભરતી અરજી પ્રક્રિયાની વાત કરીએ તો સૂચના પ્રમાણે ઉમેદવારોએ ઓફલાઈન અરજી કરવાની હોય છે અને અરજી ફોર્મ છઠ્ઠાવર વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાનો રહેશે જેમાં તમારી તમામ ડોક્યુમેન્ટ ની વિગત ભારી અને સ્પીડ પોસ્ટમાં નીચે આપેલ સરનામે મોકલવાનું રહેશે
ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) માટેની ભરતી સરનામું:
- ડિરેક્ટોરેટ ઓફ રેક્ટિફિકેશન:
કોસ્ટ ગાર્ડ હેડક્વાર્ટર
કોસ્ટ ગાર્ડ એડમિનિસ્ટ્રેટિવ કોમ્પ્લેક્સ
સી-1, ફેઝ II, ઇન્ડસ્ટ્રીયલ એરિયા
સેક્ટર-62, નોઇડા, યુપી-201309.