ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા ગ્રામિણ ટપાલ સેવા એક્ઝિક્યુટીવના ખાલી સ્થાનો પર ભરતીની જાહેરાત એક્ઝિક્યુટીવના પદો પર ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જેની આખર તારીખ ૩૧મી ઓક્ટોબર, ૨૦૨૪ રહેશે. IPPB GDS Recruitment 2024 ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2024
GDS એક્ઝિક્યુટિવના ૩૪૪ પદો પર ભરતી થવા માટે કોઈપણ વિદ્યાશાખાના સ્નાતકો ઓનલાઈન અરજી કરે આપણા દેશમાં અનેક યુવાનો બેંકમાં નોકરી મેળવવા ઈચ્છતા હોય છે. આવા યુવાનો માટે હવે એક સારી તક છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા ગામિણ ટપાલ સેવા એક્ઝિક્યુટીવના ખાલી સ્થાનો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. IPPB દ્વારા એક્ઝિક્યુટીવના પદો પર ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જેની આખર તારીખ ૩૧મી ઓક્ટોબર, ૨૦૨૪ રહેશે.
IPPB GDS શું યોગ્યતા જોઈએ? IPPB GDS Recruitment 2024
IPPB GDS એક્ઝિક્યુટીવ રીક્રુટમેન્ટ-૨૦૨૪માં ભાગ લેવા માટે ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાંથી નિયમિત કે દુરસ્થ પદ્ધતિથી કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી મેળવી હોવી જોઈએ. સાથે જ ઉમેદવારોની પાસે GDS તરીકે કામ કરવાનો બે વર્ષનો અનુભવ હોવો જોઈએ.
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2024 વયમર્યાદા
- આ ભરતીમાં સામેલ થવા માટે પહેલી સપ્ટેમ્બર, ૨૦૨૪ને ધ્યાનમાં લઈને ઉમેદવારની લઘુતમ ઉંમર ૨૦ વર્ષથી ઓછી અને ૩૫ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં.
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2024 IPPB GDS કેવી રીતે અરજી કરશો?
આ ભરતીમાં સામેલ થવા માટે ઉમેદવાર પોતે જ અરજી કરી શકે. અહીં કેટલાંક સ્ટેપ્સ તમારી સગવડ માટે આપ્યા છે.
-અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારો સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ ippbonline.com પર જાય અને કરિયર લિંક પર ક્લિક કર્યા બાદ એપ્લાય નાઉ પર લિંક કરવું. ત્યારબાદ ન્યુ રજીસ્ટ્રેશન પર ક્લિક કરીને માંગેલી વિગતો ભરી રજીસ્ટ્રેશન કરાવી લો. ત્યારબાદ અન્ય વિગતો જેવી કે, હસ્તાક્ષર, ફોટો વગેરે અપલોડ કરવા.
• નિયત ફી ભરીને સંપૂર્ણ રીતે ભરેલા ફોર્મને સબમિટ કરી તેની એક પ્રિન્ટઆઉટ કાઢીને સલામત રાખી લેવી.
IPPB GDS કેટલો પગાર મળશે?
આ ભરતી દ્વારા IPPB કુલ ૩૪૪ ખાલી પદો પર ભરતી કરવામાં આવશે. ઉમેદવારોની પસંદગી સ્નાતકસ્તરે મળેલા માર્કના આધારે કરાશે. જરૂર પડ્યે બેંક દ્વારા ઓનલાઈન ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવી શકે. આ ભરતી માટે પસંદ થયેલા ઉમેદવારોને પ્રતિમાસ ૩૦,૦૦૦ રૂપિયા પગાર મળશે. ભરતીને લગતી વિસ્તૃત માહિતી માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર મુલાકાત લઈ શકે.
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી 2024 tarikh
- અરજી શરુ થવાની તારીખ: 11/10/2024
- અરજી કરવાની અંતિમ તારીખ: 31/10/2024