સેમસંગ લાવશે Galaxy Z Fold 7 – મળશે 200MP કેમેરા અને પાતળું ડિઝાઇન!

Galaxy Z Fold 7

ફોન લવર્સ માટે ખુશખબર! દુનિયાની ટેક્નોલોજી જગતની દિગ્ગજ કંપની સેમસંગ ઝડપથી પોતાનું નવું પ્રીમિયમ ફોલ્ડેબલ ફોન Galaxy Z Fold 7 બજારમાં લાવવાની તૈયારીમાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ફોન જુલાઈ 2025માં લૉન્ચ કરવામાં આવશે અને તે અત્યાધુનિક ડિઝાઇન અને શક્તિશાળી કેમેરા સાથે આવશે. Galaxy Z Fold 7

200MP નો તાકાતવર કેમેરો

Galaxy Z Fold 7ની સૌથી મોટું આકર્ષણ એ છે કે તેમાં તમને મળશે 200 મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર, જે ફોટોગ્રાફી પ્રેમીઓ માટે બહુ મોટો અપગ્રેડ છે. લીક મુજબ, તેમાં 50MP ISOCELL GN3 લેન્સ પણ આપવામાં આવશે, જે સાથે મળીને વધુ શાર્પ અને ડીટેઇલ્ડ ફોટા ક્લિક કરવા માટે સક્ષમ રહેશે.

Galaxy Z Fold 7 ડિઝાઇન અને ડિસ્પ્લે

ચીની માઇક્રોબ્લોગિંગ સાઇટ Weibo પરથી લીક થયેલા ફોટા મુજબ, Galaxy Z Fold 7નું ડિઝાઇન લગભગ Galaxy Z Fold 6 જેવી છે – પરંતુ વધુ પાતળું. લીક મુજબ તેની અનફોલ્ડ થિકનેસ માત્ર 3.9mm હશે, જે ફોલ્ડેબલ ફોન માટે એક મોટા બદલાવ તરીકે જોવાઈ રહ્યું છે.

Galaxy Z Fold 7 પ્રોસેસર અને પાવર

  • Qualcomm Snapdragon Elite ચિપસેટ
  • 12GB RAM
  • 4400mAh બેટરી, જે લાંબી ચાલ માટે સક્ષમ હશે

Galaxy Z Fold 7 ક્યારે આવશે બજારમાં?

અહેવાલો અનુસાર, Galaxy Z Fold 7 નું મોટા પાયે ઉત્પાદન શરૂ થઈ ગયું છે અને સેમસંગ તેનો ઓફિશિયલ લૉન્ચ 2025 ના બીજા ભાગમાં Galaxy Z Flip 7 અને Z Flip 7 FE સાથે કરવાની યોજના બનાવી રહ્યું છે.

Join WhatsApp

Join Now

Leave a Comment