પીએમ ઈ-ડ્રાઇવ યોજના: પ્રથમ વર્ષમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર પર 10,000 રૂપિયા સુધીની સબસિડી, જાણો આ રહ્યું લિસ્ટ

પીએમ ઈ-ડ્રાઇવ યોજના હેઠળ કયા ઇલેક્ટ્રિક વાહન ખરીદવા પર સબસિડી મળશે, જાણો આ રહ્યું લિસ્ટ પીએમ ઇ ડ્રાઇવ યોજના હેઠળ બે વર્ષ માટે 10900 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આ યોજનામાં ઈલેક્ટ્રીક વાહન ખરીદવા સબસીડી ઉપરાંત ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટે પણ સહાય આપવામાં આવશે Pm e drive scheme gujarat

પીએમ ઈ-ડ્રાઇવ યોજનાનો લાભ ક્યા ઇલેક્ટ્રિક વાહનોને મળશે 

  • કેન્દ્રીય મંત્રીમંડળ એ પીએમ ઈ-ડ્રાઇવ યોજના અને મંજૂરી આપી છે જે અંતર્ગત આગામી બે વર્ષમાં 10900 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે
  • પીએમ ઈ-ડ્રાઇવ યોજના નો ઉદ્દેશ ભારતમાં ઇલેક્ટ્રીક વાહન વેચાણને પ્રોત્સાહન આપવાનો છે
  • આ યોજના હેઠળ બેટરી સંચાલિત 2 અને 3 ઈલેક્ટ્રીક વ્હીકલ એમ્બ્યુલન્સ ટ્રક અને નવા ઇવી માટે 3,679 કરોડ રૂપિયાની સબસીડી આપવામાં આવશે જેનાથી દેશમાં પ્રદૂષણ ઘટશે અને પર્યાવરણને નુકસાન થતું અટકશે
  • માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે પીએમ ઇલેક્ટ્રીક ડ્રાઇવ રેવોલ્યુશન ઇન ઇનોવેટીવ વ્હીકલ અન્હાસમેનટ યોજના હેઠળ 88,500 સ્થળો પર ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સો ટકા સહાય આપવામાં આવશે
  • આ રોકાણ વાહન અને ઓટો પાર્ટસ સેક્ટર માટે પીએલઆઈ યોજના ઉપરાંત વધારાનું હશે

PM E-Drive યોજનાનો લાભ નીચેના ઇલેક્ટ્રિક વાહનોને મળશે: Pm e drive scheme gujarat

  • ઇલેક્ટ્રિક ટુ વ્હીલર (e-2Ws): બેટરી સંચાલિત સ્કૂટર અને બાઇક.
  • ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર (e-3Ws): બેટરી સંચાલિત ઓટો રિક્ષા અને 3 પૈડાંવાળા અન્ય વાહનો.
  • ઇલેક્ટ્રિક બસ (e-Buses): રાજ્ય ટ્રાન્સપોર્ટ નિગમ અને જાહેર ટ્રાન્સપોર્ટ માટે ખરીદવામાં આવનાર ઇલેક્ટ્રિક બસો.
  • ઇલેક્ટ્રિક ટ્રક (e-Trucks): બેટરી થી ચાલતા ટ્રક.
  • ઇલેક્ટ્રિક એમ્બ્યુલન્સ (e-Ambulances): બેટરી સંચાલિત એમ્બ્યુલન્સ.

10900 કરોડ રૂપિયાના રોકાણ ની તૈયારી

  • પીએમ ઈ-ડ્રાઇવ યોજના હેઠળ e-2W , e-3W ઇલેક્ટ્રીક એમ્બ્યુલન્સ ઇલેક્ટ્રીક અને અન્ય ઉભરતા એવી માટે 3679 કરોડ રૂપિયાની સબસીડી ડિમાન્ડ ઇન્ટેન્સિવ આપવામાં આવશે
  • આ યોજના હેઠળ 24.79 લાખ e-2W 3.16 લાખ e-3W અને 14,028 ઈલેક્ટ્રીક બસોને ફાયદો મળશે
  • પીએમ ઈ-ડ્રાઇવ યોજના હેઠળ રાજ્ય પરિવહન સાહસ અને જાહેર ટ્રાન્સપોર્ટ એજન્સીઓ દ્વારા 14,028 ઇલેક્ટ્રીક બસો ખરીદવા માટે 4391 કરોડ રૂપિયા ફાળવણી કરવામાં આવી છે
  • પીએમ ઈ-ડ્રાઇવ યોજના હેઠળ બેટરી સંચાલિત બસ માટે પીએમઇ બસ સેવા પેમેન્ટ સિક્યુરિટી સિસ્ટમ હેઠળ ₹3435 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે
  • ઈલેક્ટ્રીક એમ્બ્યુલન્સ માટે 500 કરોડ રૂપિયા અને ઈલેક્ટ્રીક ટ્રક માટે 500 કરોડ રૂપિયાની સબસીડી આપવામાં આવશે

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો