samsung galaxy s26 price જો તમે નવો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો, તો થોડું રાહ જુઓ. કારણ કે સૅમસંગ ખૂબ જ જલ્દી પોતાની નવી પેઢીની Galaxy S26 સીરીઝ લઇને આવી રહી છે. તેમાં ખાસ વાત એ છે કે, Galaxy S26 Edge મોડલ, હાલના S26+ મોડલને બદલી દેશે.
Next Level Design સાથે આવશે Galaxy S26 Edge!
સૅમસંગે હાલમાં જ 13 મેના રોજ Galaxy S25 Edge નું અનાવરણ કર્યું હતું અને હવે એવી ચર્ચા છે કે કંપની તેની આગામી Galaxy S26 સીરીઝ માટે પહેલેથી જ કામ શરૂ કરી ચૂકી છે. આ નવા મોડલને લઇને લોકોમાં ઉત્સાહ છે અને બધાને એ જાણવું છે કે તેમાં શું ખાસ હશે.
Galaxy S26 Edge ક્યારે આવશે ?
જો તમે તાત્કાલિક ફોન ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા હો, તો થોડું થંભો. કારણ કે Galaxy S26 Edge, 2026માં લૉન્ચ થવાની સંભાવના છે અને તેમાં ઘણા નવા, આધુનિક અને આકર્ષક ફીચર્સ હશે.
સૅમસંગે Galaxy S25 Edge ને મળેલા પ્રતિસાદના આધારે, હવે પોતાના ફ્લેગશિપ lineupમાં Plus વેરિયન્ટની જગ્યાએ Edge મોડલ લાવવાનું નિર્ણય લીધું છે. જો ગ્રાહકો તરફથી પોઝિટિવ પ્રતિસાદ મળ્યો, તો આવનારી તમામ સીરીઝમાં Plus વેરિયન્ટની જગ્યા Edge લઈ શકે છે.
Galaxy S26 Edge સુવિધા
દક્ષિણ કોરિયાની પબ્લિકેશન The Elecના રિપોર્ટ મુજબ, સૅમસંગ Galaxy S26 માટે ચાર અલગ OLED ડિસ્પ્લે પેનલ્સ પર કામ કરી રહી છે. Galaxy S26 Edge ખાસ કરીને વધુ સ્લિમ ડિઝાઇન અને પ્રીમિયમ લુક સાથે આવી શકે છે.
- 5.8mm કરતા પણ પાતળું ડિઝાઇન
- વધુ લાંબી બેટરી લાઇફ
- વધુ શક્તિશાળી કેમેરા
- next-gen AMOLED ડિસ્પ્લે
- ફ્લેગશિપ લેવલ પર્ફોર્મન્સ
Galaxy S25 Edge ની કિંમત
હાલમાં Galaxy S25 Edge ભારતમાં પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે. 12 GB RAM + 256 GB સ્ટોરેજ વેરિયન્ટ માટે કિંમત ₹1,09,999 થી શરૂ થાય છે.