ગત દિવાળીથી અત્યાર સુધીમાં IPO દ્વારા 1.08 લાખ કરોડ ફંડ એકત્ર થયું ગત દિવાળીથી શરૂ વ્યાપારિક સંવત 2080માં સેકન્ડરી શેર માર્કેટની તેજીનો ફાયદો ભારતીય પ્રાઇમરી માર્કેટને મળ્યો છે. અત્યાર સુધી મેઇનબોર્ડ કંપનીઓએ આઇપીઓ દ્વારા રૂ.1.08 લાખ કરોડ એકત્ર કર્યા છે. જોકે આંકડો વધી શકે છે. કારણ કે સંવત 2080 હજુ પૂરી થઈ નથી અને કેટલીક કંપનીઓના આઇપીઓ ખૂલવાના બાકી છે. 1.08 lakh crore fund raised through IPO
આ સંવતમાં IPOના અનેક રેકોર્ડ બની શકે છે
આઈપીઓ અંગે વ્યાપારિક સંવત 2080માં અનેક નવા રેકોર્ડ રચાયા. 82 આઇપીઓ આવી ગયા છે જ્યારે દિવાળી 2022થી 2023ની દિવાળી વચ્ચે સંવત 2079માં કુલ 56 આવ્યા હતા. તેમાં કંપનીઓએ આશરે રૂ.47,890 કરોડ એકત્ર કર્યા હતા. * સંવત 2080માં અત્યાર સુધીનો સૌથી મોટો આઇપીઓ હ્યુન્ડાઈ મોટર્સનો આવ્યો. જેણે ભારતીય બજારમાંથી 27,870 કરોડ એકત્ર કર્યા. બજાજ હાઉસિંગ ફાયનાન્સે 6,560 કરોડના આઇપીઓ માટે આશરે 90 લાખ એપ્લિકેશન દ્વારા 3.2 લાખ કરોડ રૂપિયાની બોલીઓ મળી. તેણે તાતા ટેકનોલોજીના રેકોર્ડ તોડી નાખ્યા