Surat News : ગુજરાતમાં દરરોજ હત્યાની ઘટના સામે આવતી હોય છે તો બીજી તરફ સુરતના કાપોદ્રામાં એક ઘટનાને પગલે વિરોધ જોવા મળી રહ્યો છે એકના એક સગીર દીકરાની હત્યા કરતા મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી વિરોધને પગલે પાંચ પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ કરવામાં આવ્યો હતો. સ્માર્ટ સિટી કહેવાતા સુરતમાં દિવસેને દિવસે હત્યા અને ગુનાહિત પ્રવૃત્તિઓ વધતી જાય છે ત્યારે સુરતમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે ત્યારે અસામાજિક તત્વોએ એક નિર્દોષ સગીરનો જીવ લીધો છે
મળતી વિગતો અનુસાર સુરતના કાપોદ્રા વિસ્તારમાં નશાખોર શકશે 27 વર્ષીય પરેશ વાઘેલા નામના સગીરને ચપ્પુના ઘા મારી હત્યા કરી દીધી હતી ત્યારબાદ મહિલાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો અને રસ્તાઓ પર ઉતરી આવી હતી. 17 વર્ષનો પરેશ ઘરે જતો હતો ત્યારે તેમને ચપ્પુના ઘા માર્યા હોવાનું સામે આવ્યું છે જેમાં પરેશ વાઘેલા નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું સગીરની હત્યા બાદ લોકોએ કાપોદ્રા પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું . હાલ પોલીસ હત્યાના ગુનો નોંધીને હત્યારા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ કરવામાં આવી છે
સુરત શહેર એ કેવું શહેર છે જ્યાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધતી જાય છે અસામાજિક તત્વો અને પોલીસનો ડર ન રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ફરી એકવાર સુરતમાં બનેલી આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે