Ahmedabad: અમદાવાદમાં ફરી એક વાર હ્યુમન મેટાન્યૂમો વાઇરસ (HMPV)નો નવો કેસ સામે આવ્યો છે જેમાં ગોતા વિસ્તારમાં રહેતા ચાર વર્ષના બાળકને આ વાયરસ ના લક્ષણ દેખાતા SGVP હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે હાલ તેમની સારવાર ચાલી રહી છે મળતી વિગતો અનુસાર અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં રહેતા ચાર વર્ષના બાળકને છેલ્લા એક મહિનાથી ઉધરસ શરદી અને અન્ય લક્ષણો દેખાયા હતા ત્યારબાદ તેમને હોસ્પિટલ માટે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે સારવાર દરમિયાન જાણવા મળ્યું છે કે તેમને ચીની વાયરસના શકન જામા છે આ સાથે જ અમદાવાદ શહેરમાં આ વાયરસના અત્યાર સુધીમાં સાત કેસ હોય તેવું જાણવા મળી રહ્યો છે પરંતુ હાલા બાળક સારવાર લઈ રહ્યો છે
આપ સૌને વધુમાં જણાવી દઈએ તો અગાઉ 24 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના ડુંગરપુરના વતનીને બે મહિનાના બાળકને ચાંદખેડા ની ખાનગી હોસ્પિટલમાં સારવાર તે દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 26 ડિસેમ્બરના રોજ આ વાયરસ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વધુમાં જણાવી દઈએ તો વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષના સ્ટર્લીંગ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વૃદ્ધ પણ આ વાયરસથી પીળી થતા જ્યાં તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને લક્ષણો પણ જાણવા મળ્યા હતા 8 જાન્યુઆરીના રોજ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારબાદ તેમણે સારવાર અર્થે વધુ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા
લાંબા સમય બાદ ફરી એકવાર સાઉથ ના બોપલમાં રહેતા નવ મહિનાના બાળકને HMPV વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની સારવાર હાલ કરવામાં આવી રહી છે અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે વધુ સારવાર લઈ લીધા બાદ તેઓ સ્વાસ્થ્ય થાશે તેવું ડોક્ટરનું કહેવું છે. ગુજરાતમાં આમ તો ખૂબ જ ઓછા કેસ જોવા મળ્યા છે પરંતુ નાના મોટા લક્ષણોને ક્યારેય નજર અંદાજ ન કરવા જોઈએ તુરંત સારવાર લેવી જોઈએ જેથી તમે આવા ગંભીર વાયરસથી સરળતાથી બચી શકો. બાળકોમાં આ વાક્ય ખૂબ વધારે જોવા મળતા હોય છે પરંતુ સારવાર લીધા બાદ પેશન્ટ સાજા થઈ જતા હોય છે