Weather News : હવામાન વિભાગની ફરી એકવાર નવી આગાહી સામે આવી છે જેમાં તેમણે ભયંકર હિટવેવની આગાહી કરવામાં આવી છે જેમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઓરેજ અને યલો એલર્ટ પણ કેટલાક જિલ્લાઓમાં કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતની સાથે રાજ્યના દરિયાકાંઠાના ભાગોમાં પણ ગરમ વાતાવરણ બની શકે છે સાથે જ તાપમાનમાં પણ વધારો થઈ શકે છે જેમાં દરિયાકાંઠાના મોટાભાગના વિસ્તારોમાં ગરમી પડવાની સંભાવના ખૂબ જ વધારે છે
બીજી તરફ રાજકોટમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે સૌરાષ્ટ્રના મોરબી રાજકોટમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં વધુ તાપમાન હજુ પણ પડી શકે છે પોરબંદર તથા જુનાગઢમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજના દિવસની વાત કરીએ તો આજે પણ સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં તાપમાનનો પારો વધી શકે છે ગાંધીનગર માટે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, આ સિવાય બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટ મોરબી કચ્છ સૌરાષ્ટ્રના પોરબંદર જુનાગઢ સહિતના જિલ્લાઓમાં તાપમાનનો પારો વધુ વધશે ગરમ પવન ફૂંકાઈ શકે છે ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટનગર પાટણ મહેસાણા તથા ગાંધીનગર જેવા શહેરોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આગામી 7 તારીખ સુધીમાં સંપૂર્ણ ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો વધવાનું શરૂ થશે માર્ચ અને એપ્રિલ મહિના સુધીમાં તાપમાન સતત વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે