આધાર કાર્ડ અપડેટ માટે ખુશખબર: 14 જૂન 2025 સુધી મફતમાં અપડેટ કરો તમારા ડોક્યુમેન્ટ

aadhar card update news 2025

આધાર કાર્ડ ધરાવતા લોકો માટે ખુશખબર! હવે 14 જૂન 2025 સુધી ઓનલાઇન આધાર અપડેટિંગ સેવા મફતમાં ઉપલબ્ધ થશે. આ નિર્ણય Unique Identification Authority of India (UIDAI) દ્વારા લેવામાં આવ્યો છે, જેના પગલે લાખો લોકોને ઘરબેઠાં આધાર સુધારવાની અનોખી તક મળશે. aadhar card update news 2025

મૂખ્ય સુવિધા:

UIDAI દ્વારા જાહેર કરાયું છે કે “Document Update” સેવા સંપૂર્ણપણે મફતમાં ઉપલબ્ધ રહેશે. આ સેવા હેઠળ તમે તમારા આધાર કાર્ડમાં નામ, સરનામું, જન્મ તારીખ, લિંગ અને ફોટો જેવી વ્યક્તિગત વિગતો ઓનલાઇન સુધારી શકશો.

આધાર કાર્ડ આ સેવા ક્યારે મળશે ફ્રી?

UIDAI એ સ્પષ્ટ જણાવ્યું છે કે માત્ર Document Update સેવા જ મફતમાં મળશે.

  • મોબાઇલ નંબર અપડેટ
  • બાયોમેટ્રિક અપડેટ
  • આધારમાં નવી વિગતો ઉમેરવા જેવી સેવાઓ માટે હાલની ફી લાગુ રહેશે.

રેશનકાર્ડ ધારકોને છેલ્લી તક, આ તારીખ પછી કેવાયસી બાકી હશે તો બંધ થઈ જશે મફત અનાજ

આધાર કાર્ડ કયા પોર્ટલ પરથી કરશો અપડેટ?

આ સેવાઓ UIDAIના MyAadhaar પોર્ટલ (https://myaadhaar.uidai.gov.in) પરથી મળી રહેશે. અહીં તમે સરળ પગલાંથી ઓનલાઇન ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને સુધારા કરી શકો છો.

ક્યાંથી શરૂ કરવું?

  • વેબસાઇટ myaadhaar.uidai.gov.in પર લોગિન કરો.
  • “Document Update” વિકલ્પ પસંદ કરો.
  • તમારી જૂની વિગતો તપાસો અને નવી વિગતો દાખલ કરો.
  • આધાર પુરાવા માટે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • ‘Submit’ બટન ક્લિક કરીને રસીદ મેળવો.

UIDAIની જાહેરાત કેટલી મહત્વની છે?

UIDAIનું આ પગલું દેશના લોકોને ડિજિટલ સુવિધા સુલભ બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. સરકારે ડિજિટલ ઇન્ડિયા અને જનકલ્યાણના મિશન હેઠળ જનતાને ઘરબેઠાં આધાર સુધારવાની સુવિધા આપી છે. આજના સમયમાં આધાર કાર્ડ તમામ મહત્વપૂર્ણ સરકારી અને ખાનગી સેવાઓમાં ફરજિયાત બની ગયું છે, તેથી આ સુવિધા લોકોના માટે એક અનમોલ તકો બની છે.

આધાર કાર્ડ લાભાર્થીઓને ખાસ નોંધ:

જો હજુ સુધી તમારા આધાર કાર્ડમાં કોઈ વિગત સુધારવી બાકી છે, તો હવે આપને કોઈ ફી ચૂકવ્યા વગર ઘરબેઠાં સુધારવાની સુવિધા મળશે. આવો, આ તકનો લાભ લો અને તમારી વિગતો આજે જ સુધારો!

Join WhatsApp

Join Now

Leave a Comment