Ahmedabad: અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા પોલીસ કર્મચારીઓ માટે કડક સૂચના,લેવાયો મોટો નિર્ણય

Ahmedabad: અમદાવાદ પોલીસ દ્વારા ફરી એકવાર નવી કડક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે જેમાં પોલીસ કર્મચારીઓને મોટા આદેશ આપવામાં આવ્યા છે અમદાવાદના નાગરિકોની સમસ્યાને ધ્યાનમાં રાખીને પોલીસ સ્ટેશનમાં મુલાકાતઓનો સમય વધારી દેવામાં આવ્યો છે મળતી વિગતો અનુસાર પોલીસ કમિશનર દ્વારા પીઆઇ તેમજ અન્ય અધિકારીઓને સૂચના આપવામાં આવી છે બપોરે 12:00 વાગ્યાથી 2 વાગ્યા વચ્ચે પણ મુલાકાતઓને મળવા સૂચના આપવામાં આવે છે તો મુલાકાતિઓને લેખિત અરજી સ્વીકારીને કાર્યવાહી કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે

પીઆઈ કક્ષાના અધિકારીઓને બપોરે 12 થી 2:00 વાગ્યા સુધી અને સાંજે 4 થી 6 વાગ્યા વચ્ચેનો મુલાકાત આપવી પડશે સાથે જ પોલીસ કમિશનરે સ્પષ્ટ જણાવ્યું હતું કે આ સિવાય પોલીસી ઇન્સ્પેક્ટર ફરજિયાત પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાની કડક સૂચનાઓ આપવામાં આવી છે અમલદારોએ દરરોજ છ થી નવ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ કરવાનું રહેશે વાહન ચેકિંગ સહિતની કામગીરી કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા અમદાવાદવાસીઓની સુરક્ષા ને ધ્યાનમાં રાખીને આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો હશે કેટલાક મહત્વના નિર્ણયો પણ લેવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે પ્રજાને અમદાવાદ પોલીસ તરફથી સારો પ્રતિસાદ મળી રહે અને તેમની સમસ્યાનો જલ્દીથી નિરાકરણ આવે તેના માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદોને મળવાનો સમય ઓછો હતો તેથી હવે સમય વધારી દેવામાં આવ્યો છે

Join WhatsApp

Join Now

Leave a Comment