Ambalal Patel : ફરી એક વાર અંબાલાલ પટેલે કરી ભયંકર આગાહી, 27 તારીખ સુધીમાં ચોકાવનારી આગાહી

Ambalal Patel Forecast: હવામાન નિષ્ણાત પટેલ દ્વારા ફરી એક વાર આગાહી કરવામાં આવી છે તેમને જણાવ્યું છે કે આગામી ચાર દિવસ દરમિયાન ઠંડી ઘટી જશે પરંતુ હજુ શિયાળાને વિદાય લીધી નથી આગામી દિવસોમાં હજુ પણ ઠંડી વધી શકે છે અને સાથે જ કમોસમી વરસાદની પણ સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી અંબાલાલ પટેલ દ્વારા હાલમાં જ લેટેસ્ટ આગાહી સામે આવી છે તેમના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ ઠંડીનું હજુ પણ જોર ઘટશે સાથે જ તેમણે એ પણ જણાવ્યું હતું કે કમસમી વરસાદની શક્યતાઓ ગુજરાતમાં છે 

અંબાલાલ પટેલની કમોસમી વરસાદની આગાહી

અંબાલાલ પટેલ આગાહીમાં સચોટ આગાહી કરનાર આગાહીકાર માનવામાં આવે છે ગુજરાતમાં ઘણા લોકો તેમની  આગાહીને વધુ મહત્વ આપે છે  ત્યારે હાલમાં જ મહત્વની આગાહી તેમને કરી છે તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં 27 થી 29 જાન્યુઆરી દરમિયાન કેટલાક ભાગોમાં માવઠું પડી શકે છે અંબાલાલ પટેલ એ પણ જણાવ્યું છે કે 30 જાન્યુઆરી વચ્ચે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે રાજ્યમાં ફરી એકવાર કમસમી વરસાદ થશે ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી વધુ પડે તેવી શક્યતાઓ આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે

વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ઉતર્યો પર્વત પ્રદેશમાં હિમવર્ષા ની સંભાવના છે જેના કારણે 23 જાન્યુઆરી ગુજરાતમાં ઠંડી વધશે 25 જાન્યુઆરી સુધીમાં દક્ષિણ  ભારતમાં વરસાદ પડી શકે છે સાથે જ ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે 27 થી 30 જાન્યુઆરી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટન્સ આવતા રાજ્યમાં માવઠાની પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 27 તારીખ સુધીમાં ગુજરાતના અમુક ભાગોમાં માવઠું પડી શકે છે 

Join WhatsApp

Join Now

Leave a Comment