Ambalal Patel Agahi: ગુજરાતમાં હાલ વરસાદની આગાહી સામે આવી છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ મહત્વની આગાહી કરતા તેમને જણાવ્યું છે કે મોટાભાગના શહેરો જેમ કે સૌરાષ્ટ્રના શહેરોમાં માવઠું થવાની શક્યતાઓ છે અને વરસાદ પણ પડી શકે છે સાથે જ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સ્થિત ગરમીમાં પણ વધારો થશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 44 ડિગ્રી સુધી તાપમાન રહેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જાંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 18 તારીખ પછી રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થાય તેવી શક્યતાઓ છે
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે તારીખ 15 થી લઈને 18 મી તારીખ સુધીમાં ગરમી વધુ પડશે ત્યારબાદ મધ્ય ગુજરાતમાં 44 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં 44 ડિગ્રી જેટલું તાપમાન વધી શકે છે સાથે જ કચ્છના ભોજમાં પણ 44 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 43 ડિગ્રી પંચમહાલમાં 43 ડિગ્રી જેવું તાપમાન જઈ શકે તેવી શક્ય થવું વ્યક્ત કરવામાં આવી છે સાથે જ જુનાગઢમાં પણ 42 થી 43 ડિગ્રી જેટલું તાપમાન રહી શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધી શકે છે તારીખ 18 મી એપ્રિલથી ગરમીમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ તેમણે વ્યક્ત કરી હતી રાજ્યના ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે
હાલ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં તાપમાન વધી રહ્યું છે મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો વધુ વધ્યો છે રાજ્યના દક્ષિણ અને પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને અન્ય ભાગમાં હવામાનમાં પલટો આવી શકે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે