Ambalal Patel Rain Forecast: થોડા દિવસ પહેલા હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે ગુજરાતમાં હાલ કોઈપણ માવઠાની કે કમોસમી વરસાદની શક્યતાઓ નથી પરંતુ આજે ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે 28 જાન્યુઆરીથી લઈને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે 28મી જાન્યુઆરી બાદ વેસ્ટર્ન ડિસ્ટન્સ દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં આવશે જેના કારણે 31 જાન્યુઆરી સુધીમાં વેસ્ટન ડિસ્ટર્બ્સ ના કારણે કમોસમી વરસાદ થઈ શકે છે સાથે જ પવન પણ ફુકાઈ શકે છે અને ક્યાંક મેઘ ગર્જના પણ થાય તેવી શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી
અંબાલાલ પટેલની તાજેતરની આગાહી : Ambalal Patel Agahi
અંબાલાલ પટેલ દ્વારા હાલમાં જે આગાહી કરવામાં આવી છે તે મુજબ તેમણે જણાવ્યું છે કે 28 જાન્યુઆરી બાદ ગુજરાતમાં વાતાવરણ વાદળછાયું રહેશે સાથે જ ઠંડીનો ચમકારો પણ વધી શકે છે પવન સાથે ઠંડી અનુભવાશે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજના કારણે ગુજરાતમાં 30 મી જાન્યુઆરી સુધીમાં હવામાનમાં પલટો આવી શકે છે ક્યાંક માવઠાની પણ શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે
હાલ સમગ્ર ગુજરાતમાં શિયાળાની ઠંડીની મોસમ ચાલી રહી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત દ્વારા વરસાદની પણ આગાહી કરી છે આગાહીના પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે પરંતુ બીજી તરફ ગુજરાતના અમદાવાદ હવામાન વિભાગ દ્વારા એ પણ કહેવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરીના અંત સુધીમાં ઠંડીનો ચમકારો વધી શકે છે અમદાવાદમાં આગામી ત્રણથી ચાર ફેબ્રુઆરીના રોજ વરસાદની આગાહી બીજી તરફ કરવામાં આવી રહી છે