Vikram Thakor News: વિક્રમ ઠાકોરને લઈને ફરી એક વાર મહત્વના સમાચાર સામે આવ્યા છે આપ સૌને ખબર જ હશે કે વિધાનસભામાં યોજાયેલ સમાન સમારોહમાં વિક્રમ ઠાકોરને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું ત્યારબાદ સમગ્ર મામલો વક્રીયો હતો આ મામલો ગુજરાત રાજ્ય રાજકારણ સોશિયલ મીડિયાને મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારબાદ વિક્રમ ઠાકોરે સમર્થનમાં ઘણા બધા ઠાકોર સમાજના આગેવાનો પણ આવ્યા હતા ગેનીબેન ઠાકોર પણ આવ્યા હતા પરંતુ હાલમાં જે માહિતી સામે આવે છે તે મુજબ આગામી 26 અને 27 માર્ચે વિક્રમ ઠાકોર સાગર પટેલ આ સાથે જ મલ્હાર ઠાકર સહિતના 200થી વધુ કલાકારો અને અન્ય કલાકારોને ગૃહની કામગીરી નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યા છે
આ સિવાયની જે વિગતો સામે આવી છે તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો રાજકીય કાર્યક્રમ નિહાળવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યા છે જેમાં ગીતા રબારી સહિતના કલાકારો જેમ કે રાજભા ગઢવી કિર્તીદાન ગઢવી સહિતના કલાકારોને બોલાવવામાં આવ્યા છે આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના કોઈ કલાકારોને બોલાવવા નહોતા આવ્યા ત્યારે વિક્રમ ઠાકોરે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને ત્યારબાદ વિવાદ સમગ્ર સામે આવ્યો હતો
આગળ જે વિવાદ જે હતો તેને લઈને વિક્રમ ઠાકોરે પોતાની પ્રતિક્રિયા આપી હતી તેમણે જણાવ્યું હતું કે ઠાકોર સમાજમાં ઘણા બધા ટેલેન્ટેડ કલાકારો છે તેમને બોલાવવામાં નથી આવ્યો હું મારા સમાજના મોટા નેતાઓને કહીશ કે તમે આજ નોંધ ન લીધી હોય તો લેજો અને આગળ આવું ન થાય તેનું ધ્યાન રાખજો આ સાથે જ હાલમાં જે વિગતો સામે આવી છે તે મુજબ વિક્રમ ઠાકોર ફરી એકવાર પોતાની પ્રતિક્રિયા આપે તેવી શક્યતાઓ છે