પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાના લાભાર્થીઓ તા.૩૧ ડિસેમ્બર સુધી ફ્રી રીફીલિંગ કરાવી શકશે

Free refilling of gas cylinders till 31st December

પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાના લાભાર્થીઓ તા.૩૧ ડિસેમ્બર સુધીમાં પોતાની ગેસ એજન્સી ખાતે ફ્રી રીફીલિંગ કરાવી શકશે પ્રધાનમંત્રી ઉજવલા યોજના હેઠળ ઓક્ટોબર થી ડિસેમ્બર – ૨૦૨૪ ના ક્વાર્ટર દરમિયાન પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાના લાભાર્થીઓએ ફ્રી રીફીલિંગ કરાવેલ ન હોય તો તેવા લાભાર્થીઓએ તા.૩૧ ડિસેમ્બર સુધીમાં પોતાની ગેસ એજન્સી ખાતે થી ગેસ બોટલ ફ્રી રીફીલિંગ કરાવી યોજનાનો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે. Free refilling of gas cylinders till 31st December

આ યોજના હેઠળ લાભાર્થીઓના ખાતામાં ભારત સરકારની સબસીડીની રકમ બાદ કર્યા પછી બાકી રહેતી LPG સિલિન્ડરની રીફીલિંગની કિંમત જેટલી સબસીડીની રકમ રાજ્ય સરકાર દ્વારા ઓઇલ માર્કેટિંગ કંપની મારફત લાભાર્થીના બેંક ખાતામાં D.B.T મારફત જમા કરાવવામાં આવશે.

આણંદ જિલ્લાના પ્રધાનમંત્રી ઉજવલા યોજનાના લાભાર્થીઓને ઓક્ટોબર થી ડિસેમ્બર ૨૦૨૪ ક્વાર્ટરમાં આ યોજનાનો લાભ લેવા સારૂ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment