Heatwave Alert : સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેમજ રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે જેના કારણે હવામાન વિભાગ દ્વારા પણ મહત્વની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ઘણી જગ્યાએ વધારે ગરમીનું જોર વધી રહ્યું છે આપ સૌને જણાવી દે તો રાજકોટ મોરબી આણંદ બનાસકાંઠા સાબરકાંઠા તેમજ અમદાવાદ ગાંધીનગર જુનાગઢ ભાવનગર અમરેલી જેવા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સતત ગરમી વધી રહી છે દિવસ અને દિવસે ગરમીનું પ્રમાણ વધતાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે
સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લાઓમાં આગાહી
આપ સૌને ખબર જ હશે કે હવે ગરમી સતત વધી રહી છે અને ઠંડી સંપૂર્ણપણે ગાયબ થઈ ગઈ છે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ગરમી વધી રહી છે રાજકોટ જૂનાગઢ પોરબંદર સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા હાલમાં જે લેટેસ્ટ આગાહી આવે છે તે મુજબ આપ સૌને જણાવી દઈએ તો આ તમામ શહેરોમાં ખાસ કરીને રાજકોટમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે તેવી પણ વિગતો સામે આવી છે સાથે જ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે જિલ્લા આરોગ્ય વિભાગ એ સ્કૂલ કોલેજોમાં ગરમીથી બચવા શેડ ઊભા કરવા સૂચના આપી છે
આગામી દિવસોમાં હજુ પણ ગરમીનું જોર વધી શકે છે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હાલ સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક જિલ્લાઓમાં ગરમી વધી રહી છે જેથી કરીને લોકો બપોરના સમયે બહાર નીકળવાનો ટાળી રહ્યા છે