Surat News:દિલ્હીમાં આજે ચૂંટણી પરિણામ હતું ત્યારે ભાજપની જીત થઈ છે તો બીજી તરફ ઘણા બધા ભાજપના નેતાઓ જીતની ઉજવણી કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે ત્યારે બીજી તરફ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે તેમણે સુરતમાં એક કાર્યક્રમ હતો ત્યાં તેમને દિલ્હીના લોકોને દેશનું દિલ જીતી લીધું હોય તેવી પ્રતિક્રિયા પણ આપી હતી અને મહત્વની વિગતો પણ આપી હતી સાથે જ તેમણે દિલ્હીમાં ભાજપના જીત અંગે તમામ ઉમેદવારોની શુભેચ્છાઓ પણ આપી હતી
દિલ્હીમાં ભાજપને જીતને લઈને હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આજનો દિવસ ખૂબ જ ખાસ છે અને તમામ લોકો માટે ખાસ કરીને દિલ્હી વાસીઓ માટે ઐતિહાસિક દિવસ છે આજે દિલ્હીના લોકોએ દેશનું દિલ જીતી લીધું છે આ સાથે જ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દરેક રાજ્યમાં મોદીના નારા ગુંજી રહ્યા છે હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે દિલ્હીના લોકોએ દિલથી મોદીના શાસનને ડબલ એન્જિનના સરકારના શાસનને લાવવા માટે ઐતિહાસિક મતદાન કર્યું છે
વધુમાં જણાવી દઈએ તો હર સંઘવીએ તમામ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે દિલ્હીની જનતાને ડબલ એન્જિનિયર સરકાર મળવા જઈ રહી છે સાથે જ તેમણે એ પણ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે પછી આયુષ્માન ભારત યોજના હોય દરેક યોજનાનો લાભ મળી રહ્યો છે દિલ્હીના લોકોને સારી યોજનાનો લાભ મળશે આવનારા દિવસોમાં પણ દિલ્હીના લોકો માટે અનેક પ્રયાસો કરવામાં આવશે સાથે નવી યોજનાઓ પણ લોન્ચ કરવામાં આવશે