Kutch News : કચ્છના મુદ્રામાં એસીના કમ્પ્રેશનમાં ભયાનક બ્લાસ્ટ પિતા-પુત્રીના કરુણ મોત, માતા સારવાર હેઠળ

Kutch News : કચ્છની મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં એસીના કમ્પ્રેશનમાં  બ્લાસ્ટ થયો છે જેમાં પિતા પુત્રીનું મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે સાથે જ માતા પણ ગંભીર રીતે દાઝી જતા  હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવી છે હાલ તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે આ ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગ પણ ઘટના સ્થળે દોડી આવી છે કચ્છના મુદ્રામાં આવેલા સૂર્યનગરમાં એક રહેણાંક મકાનમાં 80 નું કમ્પ્રેશન બ્લાસ્ટ થતા પિતા પુત્રીનું  કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે 

વધુમાં મળતી વિગતો અનુસાર આપ સૌને જણાવી દઈએ તો કચ્છના મુદ્રામાં આવેલા સૂર્યનગરમાં એક રહેણાત મકાનમાં એસીનું કમ્પ્રેશન બ્લાસ્ટ થયું હતું ત્યારબાદ ભયાનક આગ લાગી હતી કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા જ પરિવારના ત્રણ સભ્યો ઘરમાં સુતા હતા તે દરમિયાન તેઓ આગની લપેટમાં આવી જતા ભયંકર રીતે દાઝી ગયા હતા અને તેમનું મોત થયું હતું આ સાથે જ પત્ની કવિતાબેન ગંભીર રીતે દાઝ્યા હતા જેથી તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા

આ ઘટના અંગે મુન્દ્રા પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી સાંજે પરવડે પાંચ વાગ્યાની આસપાસ આ ઘટના બની હોવાની વિગતો સામે આવી છે. રહેણાંક વિસ્તારમાં આગ લાગતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને તંત્રને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી તુરંત ખાનગી કંપનીના ફાયર ફાઈટર પણ ઘટના સ્થળે દોડી આવી આગને કાબુમાં લેવામાં આવી હતી.  હાલ મૃતકના પત્ની હોસ્પિટલમાં સારવાર અર્થે છે મળતી વિગતો અનુસાર તેમની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે

Join WhatsApp

Join Now

Leave a Comment