સરદાર સરોવર યોજના: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અગાઉ પણ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે ત્યારે વધુ એક નિર્ણય હાલમાં લેવામાં આવ્યો છે જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કપાસ અને અન્ય ખરીફ પાકોનું વાવેતર કરતા તમામ ખેડૂતોના હિત માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં કમાન્ડ વિસ્તારમાં ખેડૂતો આગોતર આયોજન કરીને પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તે માટે જરૂરીયાત મુજબ સિંચાઈનું પાણી એક મહિનો વહેલું એટલે કે 15મી મેથી 2025 થી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી તમામ ખેડૂતોને મોટો ફાયદો થશે
સામાન્ય રીતે વધુમાં જણાવી દઈએ તો પિયત વિસ્તારમાં ખરીફ સીઝન માટે 15 મી જુન પછી પાણી છોડવામાં આવતું હોય છે જે સરદાર સરોવર યોજના હેઠળ છોડવામાં આવતું હોય છે પરંતુ ખેડૂતોને જો સિંચાઈ માટે વહેલું પાણી આપવામાં આવે તો તેને વધુ ઉત્પાદન માટે ફાયદો થઈ શકે છે અને તેમને આર્થિક નુકસાન થતું પણ અટકી શકે છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ ધરતીપુત્રો માટે મહત્વનું નિર્ણય લીધો છે અને નર્મદા કમાન્ડ વિસ્તારમાં 15 જૂનને બદલે હવે 15 મી મે એટલે કે 30 દિવસ વહેલું સિંચાઈનું પાણી આપવામાં આવશે જે અંગે હાલમાં જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નિર્ણયથી તમામ ખેડૂતોને મોટો ફાયદો થશે જેને ખાસ કરીને કપાસ જેવા પાકોનું આગોતરા આયોજન ખેડૂતો કરી શકશે અને વધુ ઉત્પાદન મેળવી શકશે આગોતરી વાવણી પણ કરી શકાશે આ ખેડૂત હીચકારી નિર્ણયથી સરદાર સરોવર યોજના ના પિયત વિસ્તારના આશરે ૧૩ લાખ ધરતીપુત્રોને આ યોજનાનું અને ખાસ કરીને આ સુવિધાઓનું ફાયદો મળશે