Gujarat Weather : ગુજરાતમાં હાલ ફરી એકવાર ઠંડી વધી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છમાં ફુલ ગુલાબી ઠંડીની સિઝન ચાલી રહી છે સવારમાં ઠંડી અનુભવાય રહી છે ત્યારબાદ બપોર બાદ તાપમાન થોડોક વધારો થઈ રહ્યો છે સાથે જ ઠંડો પવન પણ ફૂંકાય રહ્યો છે જેથી લોકોને ઠંડી વધુ અનુભવાઈ રહી છે આપ સૌને જણાવી દઈએ તો હાલમાં જ મહત્વની આગાહી ફરી એકવાર સામે આવી છે હવામાન કેન્દ્રના ડિરેક્ટર દાસ દ્વારા ફરી એક વાર મહત્વની આગાહી કરવામાં આવી છે આગામી સાત દિવસ રાજીનું હવામાન કેવું રહેશે તે અંગે મહત્વની આગાહી કરી છે
હવામાન કેન્દ્રના દાસ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં સાત દિવસ હવામાન સુકુ રહેશે સાથે છે લઘુતમ તાપમાનમાં મોટા ફેરફાર થાય તેવી કોઈ સંભાવના નથી પરંતુ હાલ પવનની દિશા ઉત્તર પર્વની રહેશે જેથી આગામી સાત દિવસ ઠંડી વધુ વધી શકે છે અમદાવાદ તથા આસપાસના વિસ્તારોમાં આકાશ સાફ રહેવાની પણ આગાહી દાસ દ્વારા કરવામાં આવી હતી
સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ઠંડી વધી રહી છે ધીરે ધીરે ઠંડીનું જોર પણ વધી રહ્યું છે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ઠંડી ઘટી હતી પરંતુ ફરી એકવાર ઠંડીમાં વધારો થયો છે ત્યારે દાસ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં માવઠાની અથવા વરસાદની કોઈપણ પ્રકારની શક્યતાઓ લાગી નથી રહી પરંતુ અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં તાપમાનની વાત કરીએ તો 16 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે તેવી શક્યતાઓ છે ગાંધીનગરમાં 13.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું તાપમાન આ સાથે જ રાજ્યનું સૌથી નીચું તાપમાન 7.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે