Kirtidan Gadhvi News: લોક સાહિત્યકાર કીર્તીદાન ગઢવી વિવાદમાં આવ્યા છે કારણ કે તેમનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ સ્માર્ટ મીટરની ખોટી અફવાઓથી દૂર રહેવા અને સ્માર્ટ મીટર અપનાવવાની વાત કરી રહ્યા છે બીજી તરફ હવે આ વીડિયોની પ્રતિક્રિયા આપવા માટે સુરત ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરા એ પોતાની પ્રતિક્રિયા આપી છે તેમને કહ્યું છે કે કિર્તીદાન ગઢવીની ટીકા પણ કરી છે તેમને જણાવ્યું છે કે સરકારની વાહવાહી કરવાના બદલે પ્રજાનો અવાજ બનવા જોઈએ અને પ્રજાને પડકે ઉભો રહેવું જોઈએ સ્માર્ટ મીટર અપનાવા કિર્તીદાન ગઢવી ને અપીલ કરતો વિડિયો વાયરલ થયો હતો ત્યારબાદ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરા એ પોતાની પ્રતિક્રિયા આપી છે
કિર્તીદાન ગઢવીનો વાયરલ વિડીયો બાદ પ્રતિક્રિયા
કિર્તીદાન એક વિડીયો બનાવ્યો હતો જેમાં તેઓ સ્માર્ટ મીટર અપનાવવાની લોકોને વાત કરી રહ્યા હતા તે સાથે જ pgvcl ની મુલાકાત પણ તેમણે લીધી હતી. આ વિડીયો વાયરલ થયા બાદ ઘણા લોકોએ તેમને ટીકા પણ કરી હતી અને કમેન્ટ પર કરી હતી ત્યારબાદ ભાજપના વરિષ્ઠ નેતા ધીરુ ગજેરાએ પોતાની પ્રતિક્રિયા આપી છે તેમણે એ પણ જણાવ્યું હતું કે લોકોની પડખે ઊભું રહેવું જોઈએ સરકારની ખોટી વાહવાહી કરવી ન જોઈએ
વધુમાં જણાવી દઈએ તો સ્માર્ટ મીટરને લઈને અગાઉ વિવાદો પણ થયા હતા અને લોકોમાં આક્રોશ પણ જોવા મળ્યો હતો પરંતુ હવે ફરી એકવાર સરકારે સ્માર્ટ મીટર અપનાવવા માટેની લોકોને અપીલ પણ કરે છે અને ખૂબ જ જલ્દી હવે સ્માર્ટ મીટર આવી જશે તેવી વિગતો મીડિયા અહેવાલોમાં સામે આવી છે આ સાથે જ પીજીવીસીએલ ખાતે જઈને કિર્તીદાન ગઢવી પણ વિડીયો બનાવ્યો હતો અને લોકોને સ્માર્ટ મીટર અપનાવવાની અપીલ કરી હતી. ત્યારબાદ તેઓ વિવાદમાં આવ્યા હતા