Gujarat Weather: સવારે કડકડતી ઠંડી તો બપોરે ગોલ્ડવેવ જેવી સ્થિતિ, જાણો ગુજરાતનું કેવું રહેશે વાતાવરણ

Gujarat Weather Forecast: ગુજરાતમાં હાલ ઠંડીનું વાતાવરણ જામ્યું છે સવારમાં ફૂલ ગુલાબી ઠંડી પડી રહી છે તો બીજી તરફ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા અવારનવાર વરસાદ અંગેની અને તાપમાન અંગેની આગાહી કરવામાં આવતી હોય છે વધુ એક આગાહી સામે આવી છે ગુજરાતમાં આમ તો શિયાળો જામ્યો છે વેસ્ટન ડિસ્ટર્બના કારણે રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે પરંતુ ગુજરાતમાં  આગાહીની એટલી અસર થશે ચલો તમને જણાવીએ વિગતવાર માહિતી

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ રહ્યું છે. તેના કારણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં હવામાન સુલક રહેવાની શક્યતાઓ છે તથા તેમણે એ પણ જણાવ્યું હતું કે પવનની દિશા બદલવાની થી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સામાન્યથી પાંચ ડિગ્રી ઊંચો ફેરફાર જોવા મળશે.

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

બીજી તરફ અંબાલાલ પટેલે પણ મહત્વની આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે 15 જાન્યુઆરી વચ્ચે ગુજરાતના ઘણા વિસ્તારમાં વધુ ઠંડી પડે તેવી શક્યતાઓ પૂરેપૂરી છે 15 જાન્યુઆરી સુધીમાં ઠંડી યથાવત રહેશે પરંતુ કેટલાક રાજ્યોમાં ઠંડીમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ છે 14 જાન્યુઆરી પછી ઠંડી ફરીથી જોર પકડશે. તેમણે એ પણ જણાવ્યું હતું કે 23 જાન્યુઆરી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે

Join WhatsApp

Join Now

Leave a Comment