New Year Gift LPG Cylinder Cheap:નવા વર્ષના પહેલા દિવસે ગ્રાહકોને મળી મોટી ભેટ, LPG સિલિન્ડર થયો સસ્તો.જાણો કિંમત 1 જાન્યુઆરી, 2025થી 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતોમાં 14 થી 16 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે ઘરેલુ 14 કિગ્રા LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ ઘટાડો 19 કિલોના સિલિન્ડર પર લાગુ છે.
આ રીતે, રાજધાની દિલ્હીમાં 19 કિલોના LPG સિલિન્ડરની કિંમત 1 જાન્યુઆરીથી 1804 રૂપિયા થઈ છે, જે 1 ડિસેમ્બરે 1818.50 રૂપિયા હતી (14.50 રૂપિયા ઘટાડો).
LPG સિલિન્ડરની કિંમતો
- કોલકાતામાં 16 રૂપિયાનો ઘટાડો કરીને 1911 રૂપિયા
- મુંબઈમાં 15 રૂપિયાનો ઘટાડો કરીને 1756 રૂપિયા
- ચેન્નાઈમાં 14.50 રૂપિયાનો ઘટાડો કરીને 1966 રૂપિયા
મન ફાવે ત્યાં ફરો યોજના શરૂ થઈ 7 થી 4 દિવસ ફ્રી માં ફરવા મળશે જાણો વધુ માહિતી
આ લઘુત્તમ ભાવ ઘટાડો 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડર માટે છે, જ્યારે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર આવ્યો નથી. આજે વર્ષ 2025 નો પહેલો દિવસ છે. નવા વર્ષની શરૂઆતમાં ગ્રાહકોને મોટી ભેટ મળી છે. તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ આજથી એટલે કે 1 જાન્યુઆરી, 2025થી એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે. તેને 14 રૂપિયાથી ઘટાડીને 16 રૂપિયા કરવામાં આવ્યો છે. આ ઘટાડો 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે, જ્યારે ઘરેલુ એલપીજી સિલિન્ડર (14 કિગ્રા)ના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.