Breaking News : ગુજરાતમાં અવારનવાર દારૂ પકડવાના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે પ્રજાસત્તાક પર્વના દિવસે પણ ભાભર હાઇવે પર દારૂ ભરેલી કાર પલટી જતા દારૂ નીચે પડ્યો હતો જેમાં બિયર અને અન્ય દારૂની બોટલોની લોકોએ લૂંટ મચાવી હતી..કારનો માલિક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો પોલીસ પણ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે આપ સૌને જણાવી દઈએ તો ભાભર હાઇવે પર દારૂ ભરેલી કાર પલટી મારી હતી જેમાંથી બીયરની બોટલો મળી આવતા લોકોએ લૂંટ ચલાવી હતી
આ બનાવની વિગતવાર વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ભાભર હાઇવે પર દારૂ ભરેલી કાર પલટી મારી ગઈ હતી. કારમાં વધારે બોટલો હતી જ્યારે લોકોએ દારૂની લૂર ચલાવી હતી ત્યારે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી કારનો માલિક ફરાર છે પોલીસ તેમની શોધ કરી રહી છે. કાર કોની છે અને કારમાં દારૂ કેવી રીતે આવ્યો તે તમામ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે અચાનક કાર્ય પલટી મારી જતા દારૂની હેરાફેરીનું કાંડ સામે આવ્યું હતું
બનાસકાંઠા એલસીબી ની ટીમ બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને નજીકના ભલારામ નજીક દારૂ ભરેલી fortuner ગાડી ઝડપી લીધી હતી આ સાથે જ fortuner માંથી 76 પેટીમાં રાખેલા દારૂની બીયરની કુલ અંદાજિત 2,736 બોટલો જેમની કિંમત ત્રણ લાખ કરતા પણ વધુ હોવાનું જાણવા મળી રહ્યું છે એલસીબીએ ફોર્ચ્યુનર ગાડી અને સહિત અન્ય મુદ્દા માલ 20,41,000 થી વધુ નો કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે