Surat News : સુરતમાં ફરી એકવાર નબીરાઓ મહેફિલ મારતા રંગે હાથ ઝડપાયા છે સુરત પોલીસે દારૂની મહેફીલ મારતા ચાર યુવક અને બે યુવતીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે ફાર્મ હાઉસમાં ચાલતી હતી પાર્ટી અને પોલીસે રેડ કરતા રંગમાં ભંગ થયું હતું મળતી માહિતી અનુસાર ખાસ બાતમીના આધારે ફાર્મ હાઉસમાં ચાલી રહેલી મહેફિલમાં રેડ પાડી હતી જેમાં ચાર યુવક અને બે યુવતીને ઝડપી પાડ્યા હતા . દારૂની મહેફિલ કામરેજના મોરથાના ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં ચાલતી હતી પોલીસને બાતમી મળતા પોલીસ રેડ પાડી હતી
આ ઘટનાની વિગતવાર માહિતી જણાવી દઈએ તો સુરતના કામરેજમાં મોરથાના ગામની સીમમાં ફાર્મ હાઉસ આવેલું છે આ ફાર્મ હાઉસમાં ચાર યુવક અને યુવતી દારૂની મહેફિલ માળી રહ્યા હતા તે દરમિયાન બાતમી મળતા અચાનક રેડ પાડી હતી સીમમાં ફાર્મ હાઉસમાં ચાલતી મહેફિલ દરમિયાન પોલીસ ત્રાટકી હતી અને છ જેટલા નબીરાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. અગાઉ પણ સુરત શહેરમાં આવી ઘટનાઓ સામે આવી ગઈ છે જેમાં દારૂની મહેફિલ મારતા અનેક પોલીસના હાથે ઝડપાયા છે
સુરત પોલીસે ચાર યુવક અને યુવતીની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે આ સાથે જ રેડ દરમિયાન મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો પણ મળી આવી છે બે લક્ઝરીયસ કાર પણ કબજે કરી છે સાથે જ અન્ય વસ્તુઓ વચ્ચે કરીને પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે