Rahul Gandhi News: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે છે અને ઘણા બધા પ્લાનિંગ પણ કરી રહ્યા છે 16 એપ્રિલ 2025 ના રોજ તેઓ સવારે 10:00 વાગ્યાની આસપાસ મોડાસા સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે અરવલ્લી જિલ્લાના વરિષ્ઠ નેતાઓ સાથે તેઓ બેઠક કરશે ત્યારબાદ અનેક કાર્યકર્તાઓના સંમેલનમાં પણ તેઓ ઉપસ્થિત રહેવાના છે આ મુલાકાત દરમિયાન તેઓ ગુજરાતમાં મિશન 2017 સંદર્ભે મહત્વની ચર્ચાઓ પણ કરી શકે છે અને ચર્ચા કરે છે સાથે જ ઘણા બધા નેતાઓને પણ મળી રહ્યા છે કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે મહત્વની બેઠક કરી રહ્યા છે
વધુમાં જણાવી દઈએ તો ગઈકાલે તેઓ કોંગ્રેસ કાર્યાલય ખાતે નિરીક્ષકો સાથે બે કલાક સુધી બેઠક કરી હતી ત્યારબાદ આ બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ સ્પષ્ટ સંખ્યા આપ્યા હતા જેમાં કાર્યકર્તાઓ નિષ્ક્રિય છે તેવું પણ તેમણે કહ્યું હતું અને સાથે જ ભાજપ સાથે કામ કરે છે તેમને પક્ષમાંથી કાઢી મૂકવામાં આવે તેવી પણ વાત તેમણે કહી હતી
આ બેઠક દરમિયાન પ્રશ્નોત્તરી પણ યોજવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહેવું છે અને અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને પ્રશ્નોના જવાબ રાહુલ ગાંધીએ પણ આપ્યા હતા તેમણે એ પણ કહ્યું હતું કે આઠ મે સુધીમાં પેનલ બનાવો તેના પછી નિર્ણય લેવાશે અને તમને તમારા પ્રશ્નોનો જવાબ મળી જશે સાથે જ રાહુલ ગાંધીએ અનેક કાર્યકર્તાઓ સાથે મીટીંગ કરીને મહત્વનો પ્લાન ઘડીયો હોવાનું પણ સામે આવી રહ્યું છે