હોળીના તહેવાર ડાંગ જિલ્લાના આહવા ખાતે ‘ડાંગ દરબારમાં રાજાઓને સાલિયાણું આપવામાં આવે છે.

Saliana to the kings of Dang

હોળીના તહેવારે ડાંગ જિલ્લાના આહવા ખાતે ‘ડાંગ દરબાર’ માં રાજાઓને સાલિચાણું આપવામાં આવે છે. પ્રાચીન સમયથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારોમાં વસવાટ કરતા લોકોને ભારતમાં આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે. આદિવાસી સમાજ માતૃ અને પિતૃ પ્રધાન છે. ભારત સરકારના બંધારણમાં આદિવાસીઓને અનુસૂચિત જનજાતિ તરીકેનો દરજ્જો આપવામાં આવેલ છે, આદિવાસી પ્રજાનો જીવનનિર્વાહનો મુખ્યત્વે આધાર ખેતી અને જંગલ ઉપર નિર્ભર છે, આદિવાસી સમાજ ખેતીની મોસમ પ્રમાણે તેમનાં તહેવારો ઉજવે છે. જેમાં હોળી, ઉંદરીયો દેવ, પોહોતિયો, નંદુરો દેવ, વાઘ દેવ, ચૌરી અમાસ, દિવાસો વગેરે જેવા તહેવારોની ઉજવણી કરે છે.

Saliana to the kings of Dang

સામાન્ય ભાષામાં ‘ડાંગ’ શબ્દનો અર્થ ડુંગરાળ થાય છે. ‘ડાંગ’ શબ્દનો બીજો અર્થ વાંસ (વાંસનું સ્થળ) થાય છે. આ નામ હિન્દુ પૌરાણિક કથાઓ સાથે પણ સંકળાયેલું છે. રામાયણના ડાંગને ‘દંડકારણ્ય’ નામે ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે વનવાસ દરમિયાન ભગવાન રામ નાસિક બાજુ જતા આ વિસ્તારમાંથી પસાર થયા હતા. ડાંગ જિલ્લાને અંગ્રેજો પૂરી ઢટ્ટહબ્રજ’ નામથી ઓળખતા હતા. ડાંગમાં હોળી (શીમગા) | તહેવાર વખતે યોજાતા ‘ડાંગ દરબાર’ ના કારણે જાણીતું છે. ડાંગ | જિલ્લામાં ૯૪% વસ્તી આદિવાસીઓની છે, ડાંગ જિલ્લામાં સૌથી

વિશેષ મહત્ત્વ ‘ડાંગ દરબારનું છે. દર વર્ષે હોળીના તહેવાર ઉપર ડાંગ દરબારનું આયોજન ડાંગ જિલ્લાના આહવા ખાતે કરવામાં આવે | છે. ડાંગ દરબાર સામાન્ય રીતે દર વર્ષે માર્ચ-એપ્રિલમાં હોળીના થોડા દિવસો પહેલા યોજાય છે. એવું કહેવાય છે કે, મુઘલો, મરાઠા કે અંગ્રેજો આ પ્રદેશ જીતી શક્યા ન હતા. આ મુખ્ય પ્રદેશમાં પાંચ રજવાડાઓનો સમાવેશ થાય છે, જેમાં ગઢવી, પિંપરી, અમલા-લિંગા, વાસુર્ણા અને દહેર.

આ પ્રદેશના આદિવાસી લોકો ડાંગ દરબારમાં એકબીજાને કમરથી પકડીને અદ્ભૂત નૃત્યો કરે છે, પર્કશન અને પવન વાદ્યોના તાલ પર નાચતા કેન્દ્રિત વર્તુળોમાં ફરે છે. ઘણા બધા સંગીત વાદ્યો મધુર ગુણગાન કરે છે, પુરુષો સિંહના કપડાં પહેરે છે, કમરનો કોટ અને રંગીન પાઘડી પહેરે છે. સ્ત્રીઓ સાડી અને બ્લાઉઝ પહેરે છે, જેમાં ભારે ચાંદીના દાગીના હોય છે. ડાંગ દરબાર બ્રિટિશ શાસન દરમિયાન દરબાર માટે ભેગા થતા શાસકો અને અન્ય ગામોના વડાઓની પરંપરાનું સન્માન કરે છે. આજે પણ આ પરંપરા ડાંગમાં ચાલુ છે, ઘણા ભૂતપૂર્વ રાજાઓ અને નાઈકોને હજુ પણ રજવાડાના પરિવારોથી વિપરીત આ દરજ્જો આપવામાં આવે છે.

રાજ્ય સરકાર દ્વારા આ યોજના હેઠળ દીકરીઓને આપવામાં આવે છે 1 લાખ રૂપિયાની સહાય

કયા રાજાને મળે છે 

વર્તમાન સમયમાં ડાંગ દરબારના મેળામાં ૫ રાજાઓને | પોલિટિકલ પેન્શન બ્રિટિશકાળથી આપવામાં આવે છે, જે પરંપરા આઝાદી બાદ તમામ સરકારોએ જાળવી રાખી છે. દેશમાં લોકશાહી પ્રસ્થાપિત થઈ ચૂકી છે પણ અંતરિયાળ આદિવાસી વિસ્તાર એવા | ડાંગ જિલ્લામાં હજુપણ રાજાઓનું શાસન લોકતાંત્રિક ઢબે ચાલી | રહ્યું છે. જેમાં રાજ્ય સરકાર આજે પણ અહીંના રાજાઓને માનપાન | અને સાલિયાણું દર વર્ષે નિયમિત રીતે આપી રહી છે.

ડાંગ દરબારનું આયોજન કયારથી થાય છે 

ઈ.સ. ૧૮૪૨થી ડાંગ જિલ્લા પર શાસન કરતા આદિવાસી રાજવી પરિવાર માટે ડાંગ દરબારનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. આઝાદી પછી દેશના તમામ રજવાડાના રાજાઓના સાલિયાણા બંધ કરવામાં આવ્યા છે. દેશમાં લગભગ માત્ર ડાંગના આ રાજાઓને જ પોલિટિકલ પેન્શન એટલે કે સાલિયાણું સરકાર તરફથી માનભેર ચૂકવવામાં છે. ઈ.સ ૧૯૫૪થી ડાંગના રાજાઓને પોલિટિકલ પેન્શન આપવામાં આવે છે. અહીંયા માત્ર પાંચ રાજાઓને સિવાય ડાંગના નાયકો અને ભાઉબંધોને પણ સાલિયાણું ચૂકવાય છે.

જેમાં કિરણસિંગ યશવંતરાવ પવારને વાર્ષિક ૨,૩૨,૬૫૦ રૂપિયા, ત્રિકમરાવ સાહેબરાવ પવારને ૧,૯૧,૨૪૬ રૂપિયા, છત્રસિંગ ભવરસિંગને ૧,૭૫,૬૬૬ રૂપિયા, તપનરાવ આવંદરાવ પવારને ૧,૫૮,૩૮૬ રૂપિયા, ધનરાજ ચંદ્રસિંગ સૂર્યવંશીને ૧,૪૭,૫૫૩ રૂપિયા પોલિટિકલ પેન્શન ચૂકવવામાં આવે છે.આ ઉપરાંત ૪૫૨ નાયક અને ભાઉબંધોને ૬૩,૩૪,૦૭૩ રૂપિયા વાર્ષિક પોલિટિકલ પેન્શન ચૂકવવામાં આવે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment