Gujarat Weather : હાલ ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ કમોસમી વરસાદની પણ હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતમાં સૌથી ઠંડો નલિયા શહેર બન્યું છે જ્યાં લઘુતમ તાપમાન 10 ડિગ્રીનું થયું છે રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાનમાં ઘટાડો આવ્યો છે જ્યારે રાજસ્થાન સક્રિય થયું છે જેના કારણે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે જ મોટાભાગના શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે . ચાલો તમને જણાવીએ લેટેસ્ટ હવામાન અંગેની આગાહી વિશે
ગુજરાતના શહેરમાં તાપમાનમાં ઘટાડો
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઘણા ખરા શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે પોરબંદરમાં 12.7 ડિગ્રી અમદાવાદ શહેરમાં 14.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે સાથે જ ગાંધીનગરમાં 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજકોટ શહેરમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે અમરેલી શહેરમાં 15.6 ડીગ્રી તાપમાન અને ભાવનગર શહેરમાં ૧૬.૭ ડિગ્રી તાપમાન નોંધાયો છે
કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં હાલતો ઠંડીની સિઝન ચાલી રહી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે વેસ્ટન ડીસ્ટન્સ સક્રિય થઈ જતા માવઠાની આગાહી કરવામાં આવી છે જેમાં બે ફેબ્રુઆરીએ ભાવનગર અમરેલી નવસારી દાદરા નગર હવેલીમાં માઉન્ટ આબુ પડી શકે છે સાથે જ ત્રણ ફેબ્રુઆરી અરવલ્લી અમરેલી ભાવનગર સહિતના શહેરોમાં માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ છે તો બીજી તરફ ઠંડીની સિઝનની વચ્ચે હવે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે વરસાદની આગાહીની સાથે જ ખેડૂત મિત્રો પણ મુશ્કેલીમાં મુકાયા હોય તેવું લાગી રહ્યું છે અને ચિંતાઓ પણ વધી છે